Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં કળિયુગી પતિ બન્યો હેવાન, જમવા અને શરીરસુખ મુદ્દે તકરાર થતાં પત્નીને જીવતી સળગાવી, પછી...

સુરતમાં અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યું હતું. કતારગામ સ્થિતિ ધ્રુવતારક સોસાયટીમાં પતિ પત્ની વચ્ચે ઘરેલુ કંકાસ થયો હતો. ત્યારબાદ પતિએ પત્નીને જીવતી સળગાવી નાખી હતી. આ કિસ્સામાં પત્નીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સુરતમાં કળિયુગી પતિ બન્યો હેવાન, જમવા અને શરીરસુખ મુદ્દે તકરાર થતાં પત્નીને જીવતી સળગાવી, પછી...

ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક રીતે અત્યાચારના કિસ્સાઓ વધતા જાય છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જેને લઈ પતિએ આવેશમાં આવી જઈ પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાજી ગઇ હતી. પત્નીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થતા પોલીસે પતિ ની ધરપકડ કરી હતી.

fallbacks

Gold Price Today: સોનાના ભાવમાં કડાકો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવી કિંમત

સુરતમાં અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યું હતું. કતારગામ સ્થિતિ ધ્રુવતારક સોસાયટીમાં પતિ પત્ની વચ્ચે ઘરેલુ કંકાસ થયો હતો. ત્યારબાદ પતિએ પત્નીને જીવતી સળગાવી નાખી હતી. આ કિસ્સામાં પત્નીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. કંકાસની વચ્ચે રાત્રે પતિ-પત્નીએ સાથે આઈસ્ક્રીમ ખાધી હતી. સવારે ફરી એક કંકાસ શરૂ થયો હતો. જેમાં પતિ ગુસ્સામાં આવી જતા ટરપેન્ટાઇન જેવું જવલનશીલ પદાર્થ નાખી પત્નિને જીવતી સળગાવી નાખી હતી. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશોક રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. બંને વચ્ચે કંકાસનું કારણ અશ્લીલ વીડિયો બન્યો હતો. પતિ અશોક રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હોવાનો આરોપ લાગ્યો છે.  ચોક બજાર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

અંબાલાલ પટેલની નવી આગાહીથી ખુશ થઈ જશો, પણ ખેડૂતો દુખીદુખી થઈ જશે

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં પતિ પત્નીનો ઝગડો ક્રૂર બન્યો હતો. સુરતના કતારગામ વિસ્તારની ધ્રુવ તારક સોસાયટી કાજલ અને કિશોર બને દંપતી રહેતા હતા. બંનેના 10 માસ પહેલા લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ પતિ પત્નીમાં અણ બનાવ રહેતો હતો. જેથી પત્ની કાજલ બે વખત પોતાના પિયર મુંબઈ ખાતે જતી રહી હતી. ત્યારબાદ પતિ સમાધાન કરી સુરત ખાતે લાવ્યો હતો. પતિ પત્ની બંને સાથે રહેતા હતા.  

ભાજપના આ પ્લાનથી સપા-કોંગ્રેસની ઊંઘહરામ, આવું થયું તો 2024ની ચૂંટણીમાં બધે ખિલશે કમળ

ગત રાત્રીના રોજ જમવા બાબતે તકરાર થઈ હતી અને ત્યારબાદ શરીર સુખ બાબતે પણ તકરાર થઈ હતી અને રાત્રિના સમયે કાજલ એ છાતીમાં દુખાવો થતા હોવાની ફરિયાદ કરી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાના કારણે આવેશમાં આવેલા પતિ કિશોરે પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાંપી દીધી હતી. જોત જોતામાં કાજલ ગંભીર રીતે દાજી ગઈ હતી. તેથી તેનો પતિ કિશોર તાત્કાલિક સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો.

ઓફિસથી માંડીને આ જગ્યાઓ પર રતિક્રિડા માણવાનું સપનું જોતી હોય છે મહિલાઓ

જોકે ત્યાં પોલીસને પતિ કિશોરે એવું જણાવ્યું હતું કે પત્નીએ આપઘાત કરવા માયે અગ્નિ સ્નાન કર્યું છે. જોકે પોલીસે કાજલની જુબાની લેતા કાજલ જણાવ્યું હતું કે તેમના પતિએ જ આગ ચાંપી છે. આ ઘટનામાં ગંભીર રીતે દાજી ગયેલ કાજલનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે પતિ કિશોર પટેલની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More