Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અહીં માત્ર પાંચ જ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પિરસ્યું ભોજન

સુતતના રામનગર કડીયાનાકા સહિત કુલ 18 કડિયાનાકા ખાતેથી ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા શહેરના રામનગર કડીયાનાકા ખાતેથી સવારે 9 વાગે ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવી શ્રમિકોને લાભ લેવા અપીલ કરી છે.

ગુજરાતમાં અહીં માત્ર પાંચ જ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પિરસ્યું ભોજન

ચેતન પટેલ/સુરત: શહેરમાં 18 જેટલા મજૂર નાકાઓ પર 5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થાનું શુભારંભ કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે શ્રમિક અન્નપર્ણા યોજનાનો કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રમિકોએ લાભ લીધો હતો. મંત્રી પ્રફુલ પાનસેરિયા એ શ્રમિકો માટે બનાવેલ ભોજન ખાઈ શુભારંભ કરાવ્યું છે. શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજ રોજ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

fallbacks

મહિલાઓ કેમ કરે છે સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ? ગુજરાતમાં થયેલા સર્વેમાં ચોંકાવનારા તારણ 

સુતતના રામનગર કડીયાનાકા સહિત કુલ 18 કડિયાનાકા ખાતેથી ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા શહેરના રામનગર કડીયાનાકા ખાતેથી સવારે 9 વાગે ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવી શ્રમિકોને લાભ લેવા અપીલ કરી છે. આ ઉપરાંત મકાન અને અન્ય બાંધકામક્ષેત્રે જોડાયેલા શ્રમયોગીને રૂા.5 ના રાહતદરે ભરપેટ ભોજન મળશે. જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને ઓછામાં ઓછુ એક સમયનું પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે. 

ચેતજો ભઈ! અમદાવાદના આ વિસ્તારોમાં 10 ઝોલા છાપ ડોક્ટરો પર તવાઇ, AMC એ બનાવી યાદી...

શ્રમયોગી બોર્ડ યોજનાનો લાભ લેવા શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈ ભોજનનો લાભ મેળવી શકશે. શ્રમિકોને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવશે. બાંધકામ શ્રમિકોને એક ઈ- નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળશે. જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઇ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે.

રાજકોટ મનપાના પાપે યુવકનું કરૂણ મોત, માથામાં સળિયો આરપાર થતાં લોહીના ફૂવારા ઉડ્યા!

વધુમાં બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલીવરી મળી રહે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More