Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરાયણ પહેલાં પાડોશીએ બાજુમાં રહેતી કિશોરીને ધાબુ ધોવા બોલાવી, અને નળ બંધ હોવાનું કહીને પછી...

એકલતાનો લાભ લઈ રાહુલે સગીરાને ચુંબન કરીને શારીરિક અડપલા પણ કર્યા હતા. ત્યારબાદ બળજબરી કરી કપડાં કાઢી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરા નીચે આવી ગઈ હતી.

ઉત્તરાયણ પહેલાં પાડોશીએ બાજુમાં રહેતી કિશોરીને ધાબુ ધોવા બોલાવી, અને નળ બંધ હોવાનું કહીને પછી...

તેજસ મોદી/સુરત: રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત જણાઈ રહી નથી. સુરતના ડિંડોલીમાં એક 15 વર્ષીય કિશોરી જેણે કાકા કહેતી હતી તેને જ બળાત્કાર કરીને સંબંધોને તાર તાર કર્યા છે. આ ઘટનામાં ધો.10ની વિદ્યાર્થીનીને પાણીનો કોક ચાલું કરવાના બહાને ધાબા પર બોલાવી નરાધમ પડોશીએ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગુનો નોંધી પાડોશી રામા સોલંકીની અટકાયત કરી હતી. સામાન્ય રીતે ઉત્તરાયણ પહેલા ધાબા પર સાફ સફાઈ કરતા હોય છે અને આજ બાબતનું બહાનું કાઢીને નરાધમે પાપ આચર્યું હોવાનું સ્થાનિક વતુર્ળોમાં ચર્ચાઈ રહ્યું છે. અમે સુરતના ડિંડોલીમાં બનેલી ઘટના હાલ ચર્ચામાં છે. 

fallbacks

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના નવાગામ ડિંડોલી ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્ર-પુણેના પ્રિયાબેન (નામ બદલ્યું છે) હીરાના કારખાનામાં જોબ કરે છે. તેમના પતિ પણ સાથે જ નોકરી કરે છે. તેમની 15 વર્ષીય દીકરી ધો.10માં અભ્યાસ કરે છે. ગત તા.1 જાન્યુઆરીના રોજ સાંજના સુમારે પ્રિયાબેનની તબિયત અચાનક ખરાબ થતા તેમનો પતિ સારવાર્થે દવાખાને લઈ ગયો હતો. આ દરમિયાન તેમની 15 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી.

Devji Fatehpara નું ખળભળાટ મચાવનાર નિવેદન; 'કોળી સમાજને અન્યાય સાંખી નહીં લેવાય, નહીં તો વિચારવું પડશે'

આ સમયે બિલ્ડિંગમાં જ રહેતા રાહુલકાકાના નરાધમ શખ્સે પાણીનો કોક ચાલું કરવાના બહાને સગીરાને ધાબા પર બોલાવી હતી. જ્યાં તેણે એકલતાનો લાભ લઈ રાહુલે સગીરાને ચુંબન કરીને શારીરિક અડપલા પણ કર્યા હતા. ત્યારબાદ બળજબરી કરી કપડાં કાઢી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરા નીચે આવી ગઈ હતી.

fallbacks

દવાખાનેથી પરત ફરેલા માતા પિતાને સગીરાએ પાડોશીના કૃત્ય અંગેની સમગ્ર વાત કરી હતી, ત્યારે તેમના પગતળેથી જમીન સરકી ગઈ હતી. શનિવારે મોડીરાત્રે જ સમગ્ર મામલો ડિંડોલી પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી રામા ઉર્ફે રાહુલ બુધા સોલંકી (ઉ.વ.38)ની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More