Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્વાનનો આતંક છે. શ્વાનના હુમલાને કારણે પહેલા વરાછા વિસ્તારની માસુમ દીકરીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. ત્યારબાદ તંત્ર એલર્ટ થયું હતું.

સુરતમાં શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ઝી બ્યુરો/સુરત: શહેરમાં ફરી શ્વાનનો આંતક સામે આવ્યો છે. વેડરોડ વિસ્તારમાં 3 બાળકો સહિત 8 થી 10 લોકોને કુતરાએ કરડી લેવાની ઘટના સામે આવતા દબાણ ખાતું દોડતું થયું છે. સ્વાન કરડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

fallbacks

સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્વાનનો આતંક છે. શ્વાનના હુમલાને કારણે પહેલા વરાછા વિસ્તારની માસુમ દીકરીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. ત્યારબાદ તંત્ર એલર્ટ થયું હતું પરંતુ ફરી એક વખત વેડરોડ વિસ્તારમાં એક બાદ એક ત્રણ જેટલા કિસ્સાઓમાં બાળકોને શ્વાન દ્વારા કરડવાની ઘટના સામે આવી છે. જેને કારણે લોકોમાં સ્વામી લઈને ભય જોવા મળી રહ્યો છે.

Adani Group: આખરે અદાણીએ Adani Enterprisesએ FPO કેમ પાછો ખેંચ્યો? આ છે અંદરની વાત

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં ફરી એક વખત શ્વાનનો આતંક દેખાયો છે. શિયાળા દરમિયાન કુતરાઓ દ્વારા કરડવાની ઘટના પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જતી હોય છે. ઈટવાડા ફળિયામાં જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એકાએક જ શ્વાનેને તેને જોતા જ તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર રીતે કરડી લીધી હતી. આસપાસના લોકો એકત્રિત થઈ જતા માસુમને છોડાવી હતી.

સરકાર તરફથી મફત રાશન લેનારાઓને લાગી લોટરી, નવો આદેશ સાંભળીને કાર્ડ ધારકો ખુશ

સુરત વેડરોડ વિસ્તારમાં કુતરાએ બાળકીના હાથમાં અને પગમાં કાઢી લીધા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે સ્વાન જ્યારે પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી. તેના ઉપર શ્વાનની નજર જતાની સાથે જ તેણે તેના ઉપર હુમલો કરી દીધો હતો અને આસપાસ ત્યારે કોઈ ન હોવાને કારણે બાળકીના હાથ અને પગના ભાગે બચકા ભરી લીધા હતા.

Husband-Wife Fight: પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શા માટે મહત્વપૂર્ણ છે? જાણો 4 મોટા કારણો

બાળકે જ્યારે બૂમાબૂમ કરી ત્યારે આસપાસના લોકો દોડી આવતા જોયું કે શ્વાન દ્વારા બાળકી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લોકોનું ટોળું એકત્રિત થઈ જતા શ્વાન નાસી ગયો હતો. શ્વાને 8 થી 10 લોકોને બચકાં ભરી લેતા હાલ સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More