Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં એકની એક દીકરી માતાવિહોણી બની! આ રોગના કારણે 22 વર્ષીય મહિલાનું મોત

સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. 22 વર્ષીય એક મહિલાનું મલેરિયાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલમાં ચોમાસાની સિઝનના કારણે મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગના કેસમાં વધારો થઈ રહ્યો છે. એને લઇ સિવિલ અને સ્મિમેરના હોસ્પિટલમાં પણ કેસોમાં 20 ટકાનો વધારો નોંધાયો છે.

સુરતમાં એકની એક દીકરી માતાવિહોણી બની! આ રોગના કારણે 22 વર્ષીય મહિલાનું મોત

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત નિપજ્યું છે. વેસુ ખાતે ડેન્ગ્યૂ મલેરીયા થી 22 વર્ષીય અંગુરી નામની મહિલાનું મોત નિપજ્યું છે. મગદલ્લા રોડ ખાતે બાંધકામ સાઈટ પર મહિલા રહેતી હતી.મહિલા બે દિવસથી તાવની બીમારીથી પીડાતા હતી. મહિલાને તાવ ઉલટી આવતા પતિ સારવાર અર્થ ખાની હોસ્પિટલમાં લઈ ગયો હતો. મહિલાની વધુ તબીયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આજે વહેતી સવારે મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. ઉમરા પોલીસે મહિલાનાં મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહિ હાથ ધરી છે. 

fallbacks

તમારા બાળકને સાચવીને રાખજો! કોરોના કરતા જીવલેણ રોગનો ગુજરાતમાં ખતરો! 10 બાળકના મોત

સુરતમાં રોગ રોગચાળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રોગચાળાએ વધુ એકનો જીવ લીધો છે. મૂળ મધ્ય પ્રદેશના વતની અને સુરત શહેરના વેસુ મગદલ્લા ખાતે આવેલ નવ નિર્મિત બાંધકામ સાઈટ પર રહેતા 22 વર્ષીય અંગુરી ભુરીયા નામની મહિલાનું મલેરિયા થી મોત નિપજ્યું છે. અંગુરી બાંધકામ સાઈડ પર જ પતિ એક વર્ષની પુત્રી સાથે રહેતી હતી. બે દિવસ પહેલા તેને અચાનક તાવ આવ્યા બાદ ઉલટી થતા તેના પતિ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.ખાનવી હોસ્પિટલના તબિયત દ્વારા અંગુરી ન રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો. ત્યારે રિપોર્ટમાં મલેરિયા હોવાનું સામે આવ્યું હતું.

ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર! અનાજ, સાયકલ બાદ હવે પાણીમાં ખાયકી, તોડપાણી કરો જલસા કરો

ખાનગી હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર દરમિયાન મહિલાની વધુ તબિયત લથડતા તેને સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો લઈ આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ મા મહિલાને દાખલ કરાઈ હતી. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાના બ્લડ સેમ્પલ લઇ રિપોર્ટ કાઢતા તેમાં પણ મલેરિયા થયું હોવાનું સામે આવ્યું હતું. ચાલુ સારવાર દરમિયાન મહિલાનું આજે વહેલી સવારે મોતી નીપજ્યું છે. અચાનક જ ત્રણ દિવસમાં તાવ આવ્યા બાદ મહિલાનું મલેરિયા થી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.સમગ્ર ઘટનાને લઈ ઉમરા પોલીસે મહિલાના મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહિ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

'હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો', જાણો શું છે આ અભિયાન? કેવી રીતે કરશે

મહત્વની વાત એ છે કે સુરતમાં જે રીતના રોગચાળાના કેસમાં વધારો નોંધાવી રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા સચિનમાં રહેતી ચાર વર્ષે બાળકીનું તાવ આવ્યા બાદ મોત નિપજ્યું હતું. વધુ એક કિસ્સો વેસુ મગદલ્લા રોડ ખાતે બન્યો છે. 22 વર્ષીય મહિલાને તાવ આવ્યા બાદ મલેરિયા થતા તેનું મોત નીપજ્યું છે. બે દિવસમાં બે લોકોના રોગચાળાથી મોત નિપજ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More