ઝી બ્યુરો/સુરત: સુરતમાં ફરી એક વખત બ્રેન ડેથ યુવાનના અંગોનું દાન કરતા સાત લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. આ યુવાનના હૃદય, ફેંફસા, કિડની, લીવર અને ચક્ષુદાન કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ હિંમતનગર, સાબરકાંઠાના રહેવાસી 28 વર્ષીય યુવકમાં અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ રાજસ્થાનના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે.
હસતાં હસતાં સંભળાવ્યું! વિરમગામમાં પાટીલ એવું શું બોલ્યા કે હાર્દિકને પરસેવો વળ્યો!
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વલસાડના ધરમપુર ખાતે રહેતો અને વાપીમાં આવેલ બાયર કંપનીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો 29 વર્ષીય ઝવેર તા. 12 મે ના રોજ ધરમપુર તાલુકામાં આવેલ ખામદાહાડ ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ માંથી રાત્રે 1.30 કલાકે પોતાના ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે આંબાતલાટથી હનમતમાળ ગામ તરફ જતા રોડ ઉપર પોતાના બાઈકમાં પેટ્રોલ ખલાસ થઇ જતા, પોતાની બાઈક સાઈડ પર મુકીને રસ્તા પર ઉભો હતો.
આ વર્ષે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ખેડૂતોની ચિંતા
ત્યારે એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ ગઈ હતી અને તે બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક ૧૦૮ એમ્બુલન્સમાં ધરમપુરમાં આવેલ સાંઈનાથ હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તા. 14 મે ના રોજ રાત્રે 10 કલાકે સુરતની કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, ફરી એક વખત CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનુ નિદાન થયું હતું.
અમેરિકા જતા ગુજરાતીઓની મદદે હવે વિશ્વ ઉમિયાધામ! રહેવા, જમવા અને જોબની આપશે સુવિધા
ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો. બાદમાં 15 મે ના રોજ ઝવેરને બ્રેઈનડેડ જાહેર કર્યો. ત્યારબાદ ડોનેટ લાઈફ દ્વારા પરિવારને સમજણ આપી ઝવેરના અંગોનો દાન કરવા માટે તેમને રાજી કરવામાં આવ્યા હતા. જવેના હૃદય લીવર ફેફસા તથા કિડની મળી કુલલે સાત લોકોને નવજીવન આપવામાં આવ્યું હતું.
કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાતમાં BJP એલર્ટ, ચૂંટણી પહેલાં પાટીલે ઘડી નવી રણનીતિ
ઉલ્લેખનીય છે કે, ઝવેરના પરિવારમાં તેના પિતા કાકડભાઈ ખેતી કરે છે, માતા રમીલાબેન અને પત્ની દિપીકા ગૃહિણી છે. તેને એક પુત્ર અને બે પુત્રી છે. એક પુત્ર અક્ષય ઉ.વ 7 બોપીમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરે છે, બે પુત્રીઓ પૈકી એક પુત્રી વિભૂતી ઉ.વ. 5 બોપીમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરે છે અને બીજી પુત્રી નિકિતા ઉ.વ 3 છે.
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!
સુરતની કિરણ હોસ્પિટલ થી અમદાવાદનું 266 કિલોમીટરનું અંતર 90 મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ હિંમતનગર, સાબરકાંઠાના રહેવાસી, ઉ.વ. 28 વર્ષીય યુવકમાં અમદાવાદની U.N મહેતા હોસ્પીટલમાં ડૉ. ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ રાજસ્થાનના રહેવાસી, ઉ.વ. 59 વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે