Home> Gujarat
Advertisement
Prev
Next

વિધર્મીએ હદ વટાવી! સુરતમાં વેપારીની પુત્રીને જાહેરમાં અડપલા કરી કીસ કરતો, વિડીયો કોલમાં કપડા ઉતરાવતો...!

સિટીલાઇટના અજય કાફે બહાર જાહેરમાં અડપલા કરી કીસ કરતો, વિદ્યાર્થીની ગુસ્સો કરે તો સોરી કહેતોઃ ઘોડદોડ રોડ પર બહેનના ઘરે લઇ જઇ છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો, ઇન્સ્ટા પર વિડીયો કોલ કરી કપડા ઉતરાવતો અને સંબંધની માંગણીથી કંટાળી ઉદાસ રહેતી વિદ્યાર્થીનીને માતા-પિતાએ કારણ પૂછતા ભાંડો ફૂટયો

વિધર્મીએ હદ વટાવી! સુરતમાં વેપારીની પુત્રીને જાહેરમાં અડપલા કરી કીસ કરતો, વિડીયો કોલમાં કપડા ઉતરાવતો...!

ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ પર દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, ત્યારે કતારગામના ફુલપાડા રોડ વિસ્તારમાં રહેતા જરી વેપારીની પુત્રી અઠવાલાઇન્સની સ્કૂલમાં ધો. 12 માં અભ્યાસ કરે છે અને ત્યાંથી બારોબાર ભટાર વિસ્તારમાં ટ્યુશન જાય છે. 

fallbacks

ભક્તો માટે મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ; 40 લાખ બોક્સ બનાવાશે, આ રીતે બને છે પ્રસાદ

કિશોરી છેલ્લા કેટલાક દિવસથી ઉદાસ રહેતી હોવાથી ગત સાંજે ટ્યુશનથી પરત આવ્યા બાદ માતા-પિતાએ ઉદાસ રહેવાનું કારણ પૂછતા રડતા-રડતા કરીનાએ કહ્યું હતું કે સ્કૂલેથી છૂટયા બાદ ટ્યુશન જવા પહેલા ફ્રેન્ડ સાથે સિટીલાઇટ રોડ સ્થિત અશોક પાન સેન્ટર નજીક અજય કાફેમાં નાસ્તો કરવા જાય છે. તે દરમિયાન મહિના અગાઉ કાફે ઉપર આવતા સાજીદ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. 

ગુજરાતના ખેડૂતો થશે માલામાલ! ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી ખેડૂતો મેળવી શકે છે આવક

દરમિયાનમાં સાજીદે ઇન્સ્ટાગ્રામ પર કાફેની બહાર તેઓ મળતા ત્યારે પાડેલા ફોટો મોકલાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને જયારે પણ કાફે પાસે મળતો ત્યારે શારિરીક અડપલા કરવાની સાથે કીસ કરતો હતો. કિશોરીએ ઇન્કાર કરતા સોરી કહેતો હતો. પંદરેક દિવસ અગાઉ ઘોડદોડ રોડ સ્થિત કરીમાબાદ સોસાયટીમાં રહેતી તેની બહેનના ઘરે વાત કરવાના બહાને લઇ ગયો હતો. 

ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે

જયાં બહેનની ગેરહાજરીમાં સાજીદે કિશોરી સાથે શારિરીક અડપલા કરી છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ ગુસ્સો કરી વિરોધ કરતા સાજીદે પુનઃ સોરી કહ્યું હતું. સાજીદ વારંવાર શારિરીક છૂટછાટ લેવાનો પ્રયાસ કરતો હોવાથી કિશોરીએ વાત કરવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ સાજીદે કાફેની બહાર કીસ કરતા ફોટો બતાવી જો તું મને નહીં મળે અને ઇન્સ્ટા પર ચેટ નહી કરે અને વિડીયો કોલ નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પોતાની આબરૂ બચાવવા કિશોરીને વાત કરતી હતી પરંતુ ત્યાર બાદ પોતે સિગારેટ પીતો હોવાથી કરીનાને પણ સિગારેટ પીવા માટે દબાણ કરતો હતો.

ક્યારે અટકશે નશાનો કારોબાર? અ'વાદમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ,ખુલ્યું રાજસ્થાન કનેક્શન

એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કોલ કરી કપડા કઢાવતો હતો અને છેલ્લા એકાદ અઠવાડિયાથી શારિરીક સંબંધ બાંધવાની માંગણી કરે છે. જેને પગલે માતા-પિતા ચોંકી ગયા હતા અને ગત રોજ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ઉંમર પોલીસે આરોપી સાજીદની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

અડધીરાત્રે ખેલાયો ખૂની ખેલ! આધેડની છરીના ઘા ઝિંકી હત્યા, જાણો શું છે મોતનું કારણ?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More