Home> Gujarat
Advertisement
Prev
Next

કરૂણ અંજામ: પત્નીને અન્ય યુવક સાથે ઇલુ-ઇલુ ભારે પડ્યું! સુરતમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

સુરત લસકાણા ખાતે આવેલ ડાયમંડ નગરમાં રહેતો 29 વર્ષીય રમેશ કોલે તેની જ પત્નીની હત્યા કરી નાખી છે. રમેશની પત્ની રાજકુમારી દેવીના સોનુ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબધ હતા. પતિ રમેશે રાજકુમારીને પ્રેમી સાથે ફોન પર વાત કરતા એક દિવસ પકડી પાડી હતી

કરૂણ અંજામ: પત્નીને અન્ય યુવક સાથે ઇલુ-ઇલુ ભારે પડ્યું! સુરતમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના લાસકાણા વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી છે. પત્નીના અનેક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિએ પત્નીના માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૂર્તદેહને ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતા સરથાણા પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો. 

fallbacks

કુમાર કાનાણી ફરી લડી લેવાના મૂડમાં! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર

સુરત લસકાણા ખાતે આવેલ ડાયમંડ નગરમાં રહેતો 29 વર્ષીય રમેશ કોલે તેની જ પત્નીની હત્યા કરી નાખી છે. રમેશની પત્ની રાજકુમારી દેવીના સોનુ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબધ હતા. પતિ રમેશે રાજકુમારીને પ્રેમી સાથે ફોન પર વાત કરતા એક દિવસ પકડી પાડી હતી અને બને વચ્ચે ઝઘડો થયો હતો. 

આ નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે-PM મોદી

પતિએ પત્નીને ફરી આવી રીતના હરકતો ન કરવા સૂચનો આપી હતી. તેમ છતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ યથાવત રહેતા પતિએ પત્નીને ફરી પ્રેમી સાથે ફોન પર વાત કરતા પકડી પાડી હતી. આરોપી પતિ આવેશમાં આવીને પત્ની પર સિમેન્ટના પથ્થર વડે માથાના ભાગે ગંભીરી જાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને 4 માળેથી ફેંકી દીધી હતી. 

સંસદ બાદ હવે રામ મંદિરનો વારો, ગ્રાઉન્ડ ફ્લોર બનીને થયો તૈયાર, જુઓ તસવીરો

સમગ્ર મામલે સરથાણા પોલીસની જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ પૂછપરછ કરતા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીની પત્ની રાજકુમારી દેવીના સોનુ નામના ટ્રક ડ્રાઇવર સાથે પ્રેમ સંબંધ હતો. 

સગા ભાઈઓમાં જન્મોજનમનો વેર : નાનાભાઈએ આવેશમાં આવીને મોટાભાઈને મારી નાંખ્યો

આરોપી પતિએ પત્નીને સોનુ સાથે મોબાઈલ ફોન પર વાત કરતા પકડી પાડી હતી. અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં આરોપી પતિએ પત્ની પર સિમેન્ટના પથ્થર વડે હુમલો કર્યો હતો અને બાદમાં ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને અકસ્માતની ઘટનામાં રૂપાંતર કરવા આરોપીએ પત્નીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી.

1 જૂનથી થઈ શકે છે મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આરોપી રમેશ કોલ મૂળ મધ્ય પ્રદેશ નો વતની છે સુરતમાં પત્ની અને બે સંતાન સાથે છેલ્લા કેટલાક વર્ષથી રહેતો આવ્યો છે. ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પત્નીના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્નીની હત્યા કરી નાખતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી બાજુ સમગ્ર મામલે સરથાણા પોલીસે હત્યારા પતિ રમેશ કોરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Parineeti-Raghav વેડિંગ લોકેશન ફાઈનલ કરવા પહોંચ્યા રાજસ્થાન, અહીં થઈ શકે છે લગ્ન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More