ઝી બ્યુરો/સુરત: ચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. સુરતમાં વરાછા પોલીસે આપના કોર્પોરેટરની ધરપકડ કરી છે. આપના કોર્પોરેટર વિપુલ સુવાગિયાની ધરપકડ થતાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી હતી. સ્મીમેરમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પટેલને તમાચો માર્યો હતો. ત્યારબાદ રાહુલ પટેલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. તેના પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટમાં નવો ટ્રેન્ડ; હાર્ટ એટેકના ખતરા વચ્ચે 'ઝૂંબા વિથ દાંડિયા'નો આવ્યો કોન્સેપ્ટ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સ્વીમેર હોસ્પિટલમાં આપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીને વિપુલ સુહાગીયાએ તમાચો ચોડી દીધો હતો. મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે તેનું કામ કેમ કરી નથી આપતો તેવું કહી કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પટેલને તમાચો માર્યો હતો. ત્યારબાદ કર્મચારીને કાનમાં દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
વીમો લેવાનો છે...ફોન કરી એજન્ટને મિત્રે ઘરે બોલાવ્યો, અને પછી દરવાજો બંધ કર્યો, હનીટ
આ ઘટના બાદ કર્મચારીએ વરાછા પોલીસમાં ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે જહાંગીરપુરા પરાગજી નગર સોસાયટી ખાતે રહેતો રાહુલ ચેતનભાઈ પટેલ(23) સ્મીમેર હોસ્પિટલમાં આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.
પરંપરા હજી પણ જીવે છે, ગુજરાતના ખુણે ખુણે જોવા મળશે બોટાદના રંગબેરંગી માટીના ગરબા
રાહુલે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બુધવારે હું મારી ફરજ પર હાજર હતો અને દર્દીઓને આયુષ્માન કાર્ડની માહિતી આપતો હતો. તે દરમ્યાન આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ગુસ્સામાં ત્યાં પહોંચ્યા હતા અને ‘તુ મારા માણસનું કામ કેમ કરી આપતો નથી અને લાઈનમાં ઉભો રાખે છે’ એમ કહેતા રાહુલે તે કામ તેનું ન હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન વિપુલ સુહાગીયાએ તેને તમાચો ચોડી દીધો હતો.
અંબાલાલની આગાહી; ઓક્ટોબર ગુજરાત માટે ભારે! શનિવારથી એક બે નહીં, ત્રણ વાવાઝોડા થશે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે