Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT: કુખ્યાત બુટલેગર પોતાની પ્રેમિકા સાથે અડ્ડે ગયો ત્યારે જ અચાનક...

ક્રાઇમ સીટી સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. સુરત શહેરના લિંબાયતના બાલાજી નગરમાં વહેલી સવારથી શરૂ થતાં દેશી દારૂના અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી પતાવી દેવાની ચકચારી ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એકના એક દીકરાની હત્યાની જાણ થતાં માતા-પિતા શોકમાં સરી પડ્યા હતા. મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા બાદ લિંબાયત પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

SURAT: કુખ્યાત બુટલેગર પોતાની પ્રેમિકા સાથે અડ્ડે ગયો ત્યારે જ અચાનક...

તેજસ મોદી/સુરત : ક્રાઇમ સીટી સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. સુરત શહેરના લિંબાયતના બાલાજી નગરમાં વહેલી સવારથી શરૂ થતાં દેશી દારૂના અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી પતાવી દેવાની ચકચારી ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એકના એક દીકરાની હત્યાની જાણ થતાં માતા-પિતા શોકમાં સરી પડ્યા હતા. મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા બાદ લિંબાયત પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

fallbacks

SURAT: શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી નાગરિકોમાં ફફડાટ, VIDEO થયો VIRAL

ઘટના અંગે મળતી માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં લાલચંદ દશરથ રહેતો હતો. પરિવારમાં માતા-પિતા છે અને લિંબાયતના બાલાજી નગર ખાતે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશી દારૂનો અડ્ડો ચલાવતો હતો. લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હતો. દારૂના નશામાં ચૂર લાલચંદની વહેલી સવારે પીધેલી હાલતમાં જ હતો. ત્યારે જ ચપ્પુના 5 ઘા મારી હત્યા કરી નાખી હતી. હત્યા સમયે પ્રેમિકા પણ ઘટના સ્થળે હાજર હતી. વહેલી સવારે દેશી દારૂના અડ્ડા પર હત્યા થઈ હોવાની જાણ બાદ પોલોસ દોડતી થઈ હતી.

Viral Audio: મારે એક દિવસ માટે CM બનવું છે, Nayak ફિલ્મ જેવું કામ કરીશ, જાણો Dy.CM નીતિન પટેલે શું જવાબ આપ્યો?

લાલચંદની વહેલી સવારે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે હત્યા થઈ હતી. પેટ, છાતી અને ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બે પરિણીત બહેનના એકના એક ભાઈની હત્યાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, લિંબાયતમાં હત્યાનો ગુનો બન્યો છે. મરનાર લાલચંદ અને મારનાર સંતોષ નિકમ છે. બંને મહારાષ્ટ્રીયન છે. 

દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર, કર્યો 1.51 લાખનો ચેક અર્પણ

બંને જરીના ધંધા સાથે સંકળાયેલા છે. જરીના ધંધાને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. ગઈ કાલે પણ સામાન્ય ઝઘડો થયો હતો. આજે લાલચંદે સંતોષને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. ત્યારબાદ સંતોષે લાલચંદને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. હત્યારા સંતોષ નિકમને શોધવા પોલીસે કવાયત આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More