સુરત: તમે મોટાભાગે સાંભળ્યું હશે કે યુવક યુવતિને ભગાડી અથવા તો યુવતિને ભગાડી ગયો પરંતુ સુરત (Surat) માંથી એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 21 વર્ષની યુવતી 15 વર્ષની કિશોરીને ભગાડી ગઈ હતી. આ યુવતિ કિશોરી સાથે લગ્ન કરવા માંગતી હોવાથી બંને ઘર છોડીને ભાગી ગયા.
કિશોરીના પરિવારે કતારગામ (Katargam) પોલીસ મથક (Police Station) માં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. યુવતિએ કિશોરી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે યુવતિ વિરૂદ્ધ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ગુનો ધરપકડ કરી લીધી છે.
આવા કોરોના વોરિયર્સને સો સલામ: પીઠી ચોળેલી હાલતમાં ત્રણ મૃતદેહોને આપ્યો અગ્નિદાહ
પોલીસ માહિતી પ્રમાણે 21 વર્ષ યુવતિ મૂળ પશ્વિમ બંગાળ (West Bengal) ની છે જ્યારે 15 વર્ષની કિશોરી મૂળ નેપાળી (Nepali) છે. તેઓ વાપી (Vapi) ની એક હોટલમાં કામ કરતા હતા. પરંતુ લોકડાઉન (Lockdown) દરમિયાન તેઓ સુરત આવ્યા હતા. કિશોરીના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ સગીરાનો ફોન ટ્રેસ કરીને તપાસ હાથ ધરતાં અમરોલી આવાસમાંથી બંને ઝડપી પાડ્યા હતા.
યુવતીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, સગીરા સાથે તેને પ્રેમ છે અને તેમણે શારિરીક સંબંધ પણ બાંધ્યા છે અને લગ્ન કરવા માંગે છે. પોલીસે યુવતિની વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચર્યું હોવાનો ગુનો નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે