ચેતન પટેલ/અમદાવાદ: સુરત શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યામા ધરખમ વધારો નોંધાતા પ્રદૂષણની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલી શરુ કરી છે. પાલિકા દ્વારા 10 લાખ જેટલા છોડવા નિઃશુલ્કલ આપવામા આવશે તથા આ છોડનો વિકાસ થયો છે કે કેમ તે અંગે જાણવા માટે જીઓ ટેગિંગથી કરવામા આવશે.
સુરત શહેર ફાસ્ટેટ ગ્રોથ સીટી તરીકે સમગ્ર વિશ્વમા જાણીતુ છે. 60 લાખની વસ્તી સામે 35 લાખ જેટલા વાહનો આરટીઓમા રજિસ્ટર થયેલા છે. ત્યારે તેની સામે પ્રદૂષણની માત્રામા પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રદૂષણની આ માત્રા ઓછી કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા અનોખી પહેલ શરુ કરી છે. 9.6 ટકા જેટલી એવરેજ ગ્રીન સ્પેસ ધરાવતા આપણા શહેરમા આ વર્ષે મહાનગરપાલિકાએ ઐતિહાસિક કહી શકાય તેવા 10 લાખ વૃક્ષારોપણ કરવા માટેનું આયોજન હાથ ધર્યુ છે.
આ આયોજન જૂનથી ચાર મહિના ચોમાસા દરમિયાન કરવામા આવ્યુ છે. 10 લાખ છોડવા રોપવાનું લક્ષ્ય પાર પાડવું ખુબ જ અઘરુ છે. જો કે મનપા દ્વારા નેચર કલબ સહિતની એનજીઓ સસ્થાઓ, પાંડેસરા સહિતના ઇન્ડસ્ટ્રીઝો અને ફોરેસ્ટના ખાતા પાસે સહકાર મંગાયો છે. આ ઉપરાત લોકોમા વૃક્ષા રોપણના ટાર્ગેટ સુધી પહોંચવા શહેરભરની સોસાયટીઓ, એપાર્ટમેન્ટના લોકો પાસે પણ સહકાર માંગવામા આવશે.
કોઇ વ્યકિતને પોતાની સોસાયટીમા છોડવા ઉગાડવા હશે તેને મનપાની એપમા લોકેશન સહિતની વિગત આપવી પડશે. જ્યાં મનપા કર્મચારી ખુદ જઇ છોડવા આપશે. આ સાથે રોપા લઇ જવા માટે વાહન અને ટ્રીટેડ પાણીની પણ સહાય આપવામા આવશે. પાલિકાની નર્સરીમા હાલ એક લાખ જેટલા છોડવાઓ તૈયાર છે અને બાકીના છોડવાઓ અન્ય સંસ્થાઓ પાસેથી માંગવામા આવશે.
વક્ષારોપણ કાર્યક્રમમા છોડવાઓ જ્યા પણ રોપવામા આવશે તેવા સ્થાનો સહિત છોડવાઓના ફોટાઓ પાડવામા આવશે, સાથે જ જે તે પ્લોટ, સ્થળના લોકેશન સાથે તે મેપમા અપલોડ થઇ જતા પાલિકાની એપ્લિકેશનમા આવી જશે. આ પ્રક્રિયા સમયાતંરે કરવામા આવશે. તેથી ઓનલાઇન ડિટેઇલ જાણી શકાશે. તેના નિભાવ સાથે સફળતાપુર્વક વૃક્ષોનો ઉછેર થયો છે કે કેમ તે જાણવા માટે જિઓ ટેગિંગ સિસ્ટમ જોડવામા આવશે.
જેના પર મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દેખરેખ રાખી શકશે. પાછલા વર્ષે મનપા દ્વારા 2.50 લાખ જેટલા છોડવા રોપવામા આવ્યા હતા. જેમા હાલમા 80 ટકા છોડવાઓ વિકાસ કરી રહ્યા છે. ત્યારે મનપાની પર્યાવરણ જાગૃતતાને લઇને અપનાવી તે બિરદાવી લાયક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે