Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં ફરી સામુહિક આપઘાતનો હચમચાવી દેતો કિસ્સો, દેવાનો ચક્કરમાં હોમાયો આખો પરિવાર

Surat Mass Suicide : સુરતમાં પરિવારનો સામુહિક આપઘાત:આર્થિક સંકડામણમાં માતા-પિતા સાથે પુત્રએ દવા ગટગટાવી; ઘરમાંથી સુસાઈડ નોટ મળી
 

સુરતમાં ફરી સામુહિક આપઘાતનો હચમચાવી દેતો કિસ્સો, દેવાનો ચક્કરમાં હોમાયો આખો પરિવાર

Surat News : છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતોનું શહેર બની રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પરિવાર સામુહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં ફરી એકવાર સામુહિક આપઘાતનો કિસ્સો બન્યો છે. સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 30 વર્ષીય પુત્રએ માતાપિતા સાથે આપઘાત કર્યો ચે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે. આર્થિક સંકડામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું. 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા.

મૃતકોના નામ

  • ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા, પિતા
  • હર્ષ ભરતભાઈ સસાંગીયા, પુત્ર
  • વનિતાબેન ભરતભાઈ સસાંગીયા, માતા

અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘરમાંથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હતું. લેણદારો હેરાન કરતા હતા, જેથી આખા પરિવારે આપધાત કર્યો.

વાવાઝોડાની મોટી અસર, હોળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, આ જિલ્લાઓને આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More