Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતની કેમિકલ કંપનીની વિકરાળ આગ બાદ 7 કામદારોના હાડપિંજર મળ્યા, 27 કામદારો દાઝ્યા

Surat Fire : સુરતના સચિન GIDCની કંપનીમાં બ્લાસ્ટની ઘટના.... એથર કંપનીના 7 કામદારોના હાડપિંજર મળ્યા... બ્લાસ્ટ બાદ આગ લાગતા 7 કામદારો થયા હતા લાપતા

સુરતની કેમિકલ કંપનીની વિકરાળ આગ બાદ 7 કામદારોના હાડપિંજર મળ્યા, 27 કામદારો દાઝ્યા

Surat News : સુરતની સચિન જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં ગુમ થયેલા સાત કર્મચારીઓના માનવ કંકાલ મળી આવ્યા છે. તમામ માનવ કંકાલ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મામલતદાર, જીપીસીબી, પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે પહોંચ્યો છે. આ વિકરાળ આગમાં 27 જેટલા કામદાર દાઝ્યા હોવાના અને 8 થી વધુ કામદાર ગંભીર હોવાના લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થયા છે. 

fallbacks

ગઈકાલે સાંજે બ્લાસ્ટ સાથે આગ ફાટી હતી 
ગઈકાલે સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. મોડી સાંજે બ્લાસ્ટ સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા કેમિકલ કંપનીમાં કામ કરતા 27 કારીગરો દાઝ્યા હતા. આ તમામને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટનામાં ત્રણ કારીગરોની હાલત અત્યંત ગંભીર બની હતી.  

ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ : આજે અને આવતીકાલે ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

27 કામદાર દાઝ્યા, 8 ની હાલત વધુ ગંભીર
ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવાયો હતો. 20 ફાયરની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી હતી. ભયંકર બ્લાસ્ટ સાથે ફાટી નીકળેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. તો કામદારો તથા તેમના પરિવારજનો ચિંતાતુર થયા હતા. આ ઘટનામાં 6 કામદારોના મોત થયા છે. જ્યારે 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાજી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાજી જતા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

કંપનીને નોટિસ અપાઈ
સુરતના સચિન GIDCની એથર કંપનીમાં આગનો મામલો બનતા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. એથર કંપનીને ઉત્પાદન બંધ કરવાનું ફરમાન અપાયું છે. કંપનીના ગુમ થયેલા 7 કામદારોના હાડપિંજર મળી આવ્યા છે. બ્લાસ્ટ સ્થળે કોઈ જઈ શકે એવી  સ્થિતિ જ ન હતી. એથરની આગની જાણ ન કરાતા કલેક્ટરે ડિઝાસ્ટર મામલતદારનો ઉધડો લીધો હતી. 

ગુજરાત પર વધુ એક સંકટ : આ વાવાઝોડું વાતાવરણમાં ખેદાન-મેદાન કરી મૂકશે, ભયાનક આગાહી

મહત્વનું છે કે, એથર કંપનીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી હતી અને બાદમાં બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ એટલો મોટો હતો કે ત્રીજા માળના બારી બારણા તૂટી ગયા હતા. આ ઘટનામાં 27 જેટલા લોકોને ઈજા થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More