Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: સ્કૂલમાં એડમિશનના બહાને લાખોની છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઇ

શહેરમાં સ્કુલમા પોતાની એજન્ટ તરીકે નિમણુક કરાય હોવાનુ કહી એડમિશનના બહાને ઠગાઇ કરનારી ગેંગ વિરુધ્ધ વરાછા પોલીસ મથકમા ફરિયાદ નોંધાય હતી. ઠગબાજો દ્વારા વિદ્યાર્થી દિઠ 50 હજાર લઇ રૂપિયા 40 લાખની છેતરપીંડી આચરવામા આવી હતી.
 

સુરત: સ્કૂલમાં એડમિશનના બહાને લાખોની છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઇ

ચેતન પટેલ/ સુરત: શહેરમાં સ્કુલમા પોતાની એજન્ટ તરીકે નિમણુક કરાય હોવાનુ કહી એડમિશનના બહાને ઠગાઇ કરનારી ગેંગ વિરુધ્ધ વરાછા પોલીસ મથકમા ફરિયાદ નોંધાય હતી. ઠગબાજો દ્વારા વિદ્યાર્થી દિઠ 50 હજાર લઇ રૂપિયા 40 લાખની છેતરપીંડી આચરવામા આવી હતી.

fallbacks

વરાછા લંબે હનુમાન રોડ પર આવેલી જયોતિ બ્યુટી પાર્લરમાં ચલાવતી જયોતિ પટેલ તથા તેના અન્ય બે સાગરીતો પ્રતિક અને હસમુખભાઇએ મળી લોકોને ચૂનો ચોપડવાનુ ષંડયત્ર રચ્યુ હતુ. શરુઆતમા વાલીઓને પોતાની સેન્ટ જેવીયર્સ તથા અન્ય સ્કુલોમા તેમને એજન્ટ તરીકે નિમણૂક કરવામા આવી છે. અને તેમના બાળકોનું એડમિશન તેઓ કરાવી આપશે તેવી લોભામણી વાતો વાલીઓને કરી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પહોંચ્યા કલોલ, પ્રચાર માટે શરૂ કર્યો રોડશો

વાલીઓ વ્યકિત દીઠ રૂપિયા 50 હજાર આપવાનુ નક્કી કર્યુ હતુ. આમ કુલ્લે 54 જેટલા વાલીઓ પાસેથી રૂપિયા 40-50 હજાર ખંખેરી લીધા હતા. બાદમા એડમિશન અપાવવાની વાત આવી ત્યારે ત્રણેયએ હાથ ઉંચા કરી દીધા હતા. જેથી વાલીઓએ વરાછા પોલીસનુ શરણુ લીધુ હતુ. જ્યા વરાછા પોલીસે મોડી રાતે જયોતિ સહિત ત્રણેય વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More