Surat News : મજબૂરી માણસને ગમે તે કરાવે છે. ત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સુરતમાં એક સગીરે રમજાનમાં નવા કપડાં લેવા ATM મશીન તોડ્યું હતું. પરંતું સફળ ન થતા તે પકડાઈ ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની હતી. ઈદમાં નવા કપડાં અને સારું ખાઈ-પી શકાય તેવા ઈરાદા સાથે લિંબાયતના 17 વર્ષીય સગીરે એટીએમ. મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેને તેમાં સફળતા મળી ન હતી, પરંતુ મશીનના કેશ ડિસ્પેન્સર અને પ્રેઝન્ટરની તોડફોડને કારણે ૪૦ હજારનું નુકસાન પહોંચ્યું હતું.
હવે કોઈ નહિ પચાવી શકે તમારું મકાન અને જમીન, NA વિનાની જમીન અંગે સરકારનો મોટો નિર્ણય
બનાવની વિગત મુજબ, પ્રવીણસિંહ રાજપૂત ઇન્ડિયા-વન એ.ટી.એમ.માં સુરતમાં ઝોનલ મેનેજર તરીકે નોકરી કરે છે. શનિવારે બંગ્લોરથી કોલ આવ્યો હતો અને લિંબાયત મીઠીખાડી ગોવિંદનગરમાં આવેલું એ.ટી.એમ. મશીન સ્લો થયાનું બતાવી રહ્યું હોઈ ચેક કરવા જણાવાયું હતું. ત્યાં ટીમ પહોંચતાં મશીનમાં ચોરીના ઈરાદે તોડફોડ થયાનું જણાઈ આવ્યું હતું. સીસીટીવીમાં એક યુવક પણ મશીનના કેશ ડિસ્પેન્સર અને પ્રેઝન્ટરને તોડી તેમાંથી નાણાં ચોરી કરવાની કોશિશ કરતો જણાઈ આવ્યો હતો. પરંતુ સફળ થયો ન હતો.
ઘટનાને પગલે લિંબાયત પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવીમાં દેખાતા 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. ત્યારે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ખરાબ આદતોને કારણે પિતાએ આ સગીરને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. નજીકના દિવસોમાં ઈદ હોઈ તે વખતે નવા કપડાં પહેરી શકાય તે માટે મોટો હાથ મારવાના ઈરાદે એ.ટી.એમ. મશીન પર હાથ અજમાવ્યો હતો.
રાજકારણમાં જોડાવા અંગે વિક્રમ ઠાકોરે કરી સ્પષ્ટતા, કેજરીવાલની ઓફર પર કર્યો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે