Gujarat Politics : અત્યાર સુધી દેશભરમાં ગુજરાત મોડલની ચર્ચા થઈ રહી હતી, ત્યારે હવે સુરત મોડલની ચર્ચા થઈ રહી છે. જે રીતે ભાજપે સુરતમાં વનવે જીત મેળવી, એ પણ ચૂંટણી લડ્યા વગર તે હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સત્તા માટે હાલ સુરત મોડલ એક ઉદાહરણ બન્યું છે. સુરતની જનતાના એક પણ વોટ પડ્યા વગર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વન વે જીતી ગયા છે. જોકે, ભાજપના આ ખેલથી સુરતની જનતા લોકસભામાં વોટ નહિ કરી શકે. સુરતની જનતા પોતાના મતના હકનો ઉપયોગ નહિ કરી શકે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મોટા વિલન બન્યા છે. કુંભાણીએ જ કોંગ્રેસની ગેમ કરી નાંખ્યાનો આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે આજે સુરતમાં નિલેશ કુંભાણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. નિલેશ કુંભાણીના ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે તેમના ઘરે તાળુ જોવા મળી રહ્યું છે. તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.
સુરતની જીત કોંગ્રેસ માટે ધમકી
આ વખતે ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં 400 નું લક્ષ્યાંક બનાવ્યુ છે. ભાજપ 400નો આંકડો પાર કરી શકશે કે નહીં તે 4 જૂનના પરિણામોમાં નક્કી થશે, પરંતુ તેના અભેદ્ય ગઢ ગુજરાતમાં પહેલીવાર બિનહરીફ જીત મેળવીને પાર્ટીએ માત્ર ઈતિહાસ જ રચ્યો નથી પરંતુ કોંગ્રેસ પર માનસિક દબાણ પણ ઉભું કર્યું છે. જે સુરતની જીત કોંગ્રેસ માટે ધમકી જેવી બની છે.
કોંગ્રેસ નહીં ઝૂકે! સુરતમાં ભાજપની જીતને કોંગ્રેસ કોર્ટમાં પડકારશે, કરી આ તૈયારીઓ
ભાજપ સુરતની જીતનો લાભ આખા દેશમાં લેશે
2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. આ વખતે 400 પાસના નારા સાથે ત્રીજી વખત મોદી સરકાર બનાવવા ઉતરેલી ભાજપને ગુજરાતમાં પહેલી જીત મળી છે. આ જીત એટલા માટે પણ મોટી છે, કારણ કે પાર્ટીના સુરતના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત મેળવનાર ભાજપના પ્રથમ સાંસદ બન્યા છે. સુરતની આ જીતનોલાભ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં માનસિક લાભ લેવાનો પ્રયાસ કરશે. જ્યારે કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. કોંગ્રેસ પાસે હવે પીડિત કાર્ડ રમવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. બિનહરીફ ચૂંટણી બાદ તુરંત જ જિલ્લા ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવારને વિજયનું પ્રમાણપત્ર આપ્યું હતું. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે હવે આ સમગ્ર મામલો ખૂબ જ પેચીદો બની ગયો છે.
ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો : અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાય
કોંગ્રેસ માટે વધુ સંઘર્ષ વધશે
સુરતમાં ભાજપની બિનહરીફ ચૂંટણી એ ગુજરાતમાં પુનરુત્થાન માટે પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ માટે મોટો ફટકો છે. ભાજપે આ જીત એવા સમયે હાંસલ કરી છે જ્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ ચૂંટણી આમ આદમી પાર્ટી માટે પણ આંચકો સમાન છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ છે. 2021માં આમ આદમી પાર્ટી માત્ર સુરતથી ગુજરાતમાં પ્રવેશી હતી. મુકેશ દલાલની જીતે ભાજપને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવ્યું છે, તો કોંગ્રેસ અને AAPને વિચારવા મજબૂર કર્યા છે.
ગુજરાત કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, આ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર
કુંભાણી ગાયબ છે
ઝી 24 કલાકની ટીમ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યું, તો તેમનુ ઘર બંધ હાલતમાં જોવા મળ્યું છે. છેલ્લા 3 દિવસથી કુંભાણીનું ઘર બંધ હાલતમાં છે. તેમના પરિવારને પણ અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. નિલેશ કુંભાણી પોતે પણ સંપર્ક વિહોણા થયા છે. નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયાની વાત સામે આવી છે. તો તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.
કોંગ્રેસનો વિરોધ
સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો. પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ વિરોધ નોંધાવ્યો હતો. તો પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ભારતીબેન નીલેશ કુંભાણીનાં ઘરે પહોંચ્યા હતા. નીલેશ કુંભાણીના ફોર્મ રદ મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા નામથી બેનર લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર, શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે