Home> Gujarat
Advertisement
Prev
Next

Surat: 2 મહિનામાં 5500 જેટલા લગ્ન કેન્સલ , 250 કરોડ રૂપિયાનું નુકસાન

ઇવેન્ટ ઇંડસ્ટ્રી જોવામાં નાની લાગે છે, પરંતુ તેનાથી મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. આ તમામ લોકો પાસે અલગ-અલગ કામ કરે છે. કોરોના અને કરફ્યુંના લીધે આ ઇંડસ્ટ્રીની હાલત ખૂબ ખરાબ થઇ ચૂકી છે.

Surat: 2 મહિનામાં 5500 જેટલા લગ્ન કેન્સલ , 250 કરોડ રૂપિયાનું નુકસાન

ચેતન પટેલ, સુરત: કોરોનાના વધતા જતા કેસ અને પ્રતિબંધોના લીધે લગ્ન સ્થગિત કરવામં આવી રહ્યા છે. સુરત જિલ્લામાં અત્યાર સુધી બે મહિનામાં 5500 લગ્ન કેન્સલ થયા છે. તેનાથી મેનેજમેન્ટ એજન્સીઓને 250 કરોડનું નુક્સાન થઇ ચૂક્યું છે. જો નવેમ્બર સુધી પણ પણ આવી જ સ્થિતિ રહી તો 500 કરોડનું નુકસાન થવાનું અનુમાન છે. 

fallbacks

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 5500 હજાર લગ્ન કેન્સલ થયા છે. તેનાથી 250 કરોડનું નુકસાન થયું છે. લગભગ 30 હજાર લોકો બેરોજગાર થયા છે. એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવનારે જણાવ્યું હતું કે 2020ના એપ્રિલ, મે અને જૂનમાં થનાર લગ્ન નવેમ્બર, ડિસેમ્બર સાથે 2021ના મૂર્હુત સુધી સ્થગિત કરી દીધા હતા. આ વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં થનાર મોટાભાગના સ્થગિત થઇ ગયા હતા. 

Loan Offers ના નામે થઇ રહી છે છેતરપિંડી! SBI એ આપી ચેતાવણી, ભૂલથી આ ભૂલ કરશો નહી

દક્ષિણ ગુજરતમાં ઇવેન્ટ ઇંડસ્ટ્રી દ્વારા આયોજિત થનાર 20 હજાર લગન સ્થગિત કરવામાં આવ્યા છે. તેનાથી મેનેજન્ટ એજન્સીઓને 650 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કોરોનાના લીધે લોકો જૂન સુધી લગ્ન સ્થગિત કરી દીધા છે. ઇવેન્ટ ઇંડસ્ટ્રી સાથે જોડાયેલા 30 હજાર લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. તેમાં ઇવેન્ટ મેનેજર, કેટરિંગ, બેડ અને લગ્ન સાથે જોડાયેલી અન્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો સામેલ છે. ગત વર્ષે ઇવેન્ટ ઇંડસ્ટ્રીને 260 કરોડ રૂપિયાન નુકસાન થયું હતું. જૂનથી ઘણા એક્ઝિબેશન શરૂ થાય છે, જો કોરોનાના લીધે બધુ સ્થગિત અથવા રદ થયું તો નવેમ્બર સુધી 500 કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે. 

કોરોનાનો ખાતમો કરવાના ખોટા દાવા કરનાર કંપનીને લીધી લપેટામાં, ફટકારી કારણદર્શક નોટીસ

ઇવેન્ટ ઇંડસ્ટ્રી જોવામાં નાની લાગે છે, પરંતુ તેનાથી મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. આ તમામ લોકો પાસે અલગ-અલગ કામ કરે છે. કોરોના અને કરફ્યુંના લીધે આ ઇંડસ્ટ્રીની હાલત ખૂબ ખરાબ થઇ ચૂકી છે. આ ઇંડસ્ટ્રી પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. સરકાર જો આ વિશે વિચારે તો આગામી દિવસોમાં તેની સાથે જોડાયેલા લોકો ભુખમરાના કગાર પર આવી જશે. પહેલાં દિવસે અલગ-અલગ ઇવેન્ટ માટે દિવસમાં 10 કોલ આવતા હતા, હવે મુશ્કેલથી 2 કોલ આવી રહ્યા છે.  

રાજકીય અને સામાજિક મેળાવડા સંપૂર્ણ બંધ કરાવો, 14 દિવસનું લોકડાઉન લાવવું જોઈએ- ડો.દેવેન્દ્ર પટેલ

મોટા લગ્ન પ્રસંગો કેન્સલ થતાં નાના-મોટા લગ્નથી ખર્ચ નિકાળવો મુશ્કેલ થઇ જાય છે. લોકો પાસેથી જે એડવાન્સ લીધું છે, તેનું શું કરીએ તેના અસમંજસમાં છીએ. ગત લોક્ડાઉન બાદ અમારી ઇંડસ્ટ્રી થોડી ઉભી થઇ હતી કે હવે ફરીથી આ બધુ જોવા મળી રહ્યું છે. એક વર્ષમાં ઘણા લોકોએ આ બિઝનેસ છોડી દીધો છે. કેટલાક સેનેટાઇઝર બનાવવા લાગ્યા છે તો કેટલાક ચા-નાસ્તાની દુકાન શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More