Home> Gujarat
Advertisement
Prev
Next

ધારા 144 ના નિવેદન પર ભાજપનો હાર્દિક પટેલને જવાબ, ‘સત્તા ન મળવાના કારણે તેઓ ભાન ભૂલ્યા...’

ગઈકાલે સુરત (Surat)ના ઓલપાડમાં સભા કરનાર હાર્દિક પટેલ (Hardik Patel) સરકાર પર બરાબરના ગાજ્યા હતા. તેમણે સ્થાનિક ધારાસભ્ય સહિત સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જનતાને અનુરોધ કર્યો કે, જો ભાજપના નેતા મત માંગવા આવે તો ધારા 144 લગાવજો. ઓલપાડ તાલુકાનો વિકાસ થયો તો કેમ એક પણ સરકારી અંગ્રેજી શાળા ના બનાવી. ભાજપના નેતાઓને જન આશીર્વાદ નહિ, મારપાડની જરૂર છે. 

ધારા 144 ના નિવેદન પર ભાજપનો હાર્દિક પટેલને જવાબ, ‘સત્તા ન મળવાના કારણે તેઓ ભાન ભૂલ્યા...’

કિરણસિંહ ગોહિલ/સુરત :ગઈકાલે સુરત (Surat)ના ઓલપાડમાં સભા કરનાર હાર્દિક પટેલ (Hardik Patel) સરકાર પર બરાબરના ગાજ્યા હતા. તેમણે સ્થાનિક ધારાસભ્ય સહિત સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જનતાને અનુરોધ કર્યો કે, જો ભાજપના નેતા મત માંગવા આવે તો ધારા 144 લગાવજો. ઓલપાડ તાલુકાનો વિકાસ થયો તો કેમ એક પણ સરકારી અંગ્રેજી શાળા ના બનાવી. ભાજપના નેતાઓને જન આશીર્વાદ નહિ, મારપાડની જરૂર છે. 

fallbacks

ગઈકાલે સુરતના ઓલપાડ ખાતે કોંગ્રેસ (congress) દ્વારા જનતા લોક દરબાર આયોજિત કરાયો હતો. આ લોક દરબારમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બરાબર ગાજ્યા હતા. તેમણે સ્થાનિક ધારાસભ્યના કરેલા વિકાસ પર સવાલ ઉઠાવ્યા અને જનતા દરબારમાં કહ્યું કે, ભાજપ (BJP) ના લોકો મત માંગવા ચૂંટણીમાં ત્યારે કહેજો કે 144 ધારા લાગુ છે. હાર્દિક પટેલ આટલેથી અટક્યા ન હતા અને વધુ વિવાદિત ટિપ્પણી કરી હતી કે, ભાજપના લોકોને જન આશીર્વાદ નહી પણ મારપાડ આપવાની જરૂર છે. 

આ પણ વાંચો : પિતાએ જમીન વેચીને દીકરીનુ સપનુ પૂરુ કર્યું... અને પટેલ પરિવારની મૈત્રી બની દેશની પ્રથમ નાની વયની પાયલોટ

હાર્દિક પટેલ આટલેથી ના અટક્યા
હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યો તમારા વિસ્તારમાં મત માંગવા આવે ત્યારે કહેજો કે જનતાએ 144 ધારા લગાવી છે. તેથી અહી ભાજપના લોકોએ પ્રવેશ કરવો નહિ. ઓલપાડ વિસ્તારમાં વિકાસ થયો હોય તો પછી આ વિસ્તારના લોકોને હજીરા જી.આઈ.ડી.સીમાં નોકરી નથી અને મળે છે તો હંગામી ધોરણે. તો આ વિસ્તારમાં આંદોલન થશે તો હાર્દિક પટેલ પહેલા આંદોલનમાં જોડાશે. ઓલપાડના ધારાસભ્ય દ્વારા વિકાસના દાવા કરવામાં આવ્યા છે, તો તમારા વિસ્તારમાં એક પણ સરકારી સ્કુલ બનાવી શક્યા નથી. 

આ પણ વાંચો : સુરત : માતા-બહેનની હત્યા કરનાર ડોક્ટર યુવતીએ કહી દિલ ધડકાવી દે તેવી પરિવારની હકીકત

હાર્દિકના વાર પર ભાજપનો જવાબ 
તો હાર્દિક પટેલના વાર પર ભાજપે જવાબ આપ્યો છે. ભાજપે કહ્યું કે, સત્તા ન મળવાના કારણે અને કોંગ્રેસમાં પોતાની અવગણના ના કારણે હાર્દિક પટેલ ભાન ભૂલ્યા છે. ભાજપના ધારાસભ્ય પર 144 લગાવી દેવાની વાત કરનાર હાર્દિક પટેલ પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગેલ છે.  પહેલા પણ પ્રજાને ઉશ્કેરીને સમગ્ર ગુજરાતમાં જાતિવાદ અને વયમનશ્ય ફેલાવેલ છે. હાર્દિકના પોતાના વિસ્તારમાં જવા માટે 144 લાગેલી છે. હાર્દિકે જેવી રીતે ભાજપના લોકોને માર પાડ આપવાની વાત કરી તે તેની હિંસક વિચારધારા અને નફરતને પ્રદર્શિત કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More