Home> Gujarat
Advertisement
Prev
Next

Surat News: કુમાર કાનાણી ફરી આકરા પાણીએ! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર

સુરતમાં હાલમાં પનીર, ચીઝ, માયોનિઝ, આઈસ્ક્રીમ, આઈસ ડીશ, કેક-પેસ્ટ્રી, મરી–મસાલા સહિત અનેક વસ્તુના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માં નિષ્ફળ ગયાં છે. આ ઉપરાંત શહેરમાં લારી કલ્ચર હોવાથી અનેક લારીઓ પર ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે.

Surat News: કુમાર કાનાણી ફરી આકરા પાણીએ! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર

પ્રશાંત ઢીવરે/સુરત: ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાણાની એ મુખ્યમંત્રીને પત્ર લખી કાયદો સુધારો કરવા માંગ કરી છે. સુરત અને રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બહાર આવી રહી છે. તેમાં પણ સુરતમાં છેલ્લા એક મહિનામાં અનેક ખાદ્ય પદાર્થ ના સેમ્પલ ફેલ થઈ રહ્યાં છે. પરંતુ ભેળસેળ કરનારા વેપારીઓને કડક સજા થતી ન હોવાથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ નથી. જેના કારણે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ માટે કાયદામાં સુધારો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી એ માગણી કરી છે.

fallbacks

સગા ભાઈઓમાં જન્મોજનમનો વેર : નાનાભાઈએ આવેશમાં આવીને મોટાભાઈને મારી નાંખ્યો

સુરતમાં હાલમાં પનીર, ચીઝ, માયોનિઝ, આઈસ્ક્રીમ, આઈસ ડીશ, કેક-પેસ્ટ્રી, મરી–મસાલા સહિત અનેક વસ્તુના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માં નિષ્ફળ ગયાં છે. આ ઉપરાંત શહેરમાં લારી કલ્ચર હોવાથી અનેક લારીઓ પર ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. આવા અખાદ્ય પદાર્થ ના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાયદામાં સુધારો કરવાની માગણી કરી છે.

fallbacks

એશિયા કપ 2023 અંગે પાકિસ્તાને આપ્યું અલ્ટીમેટમ, હવે BCCI લેશે અંતિમ નિર્ણય

ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ખુબ જ મોટા પ્રમાણમાં વધતું જાય છે. જેવી કે દૂધ અને દૂધની બનાવટો, ચીઝ, પનીર, બટર, બ્રેડ, આઈસ્ક્રીમ, જાહેરમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થો, ખાદ્ય તેલ, મરી- મસાલા, કઠોળ તેમજ કઠોળ ની બનાવટો, આવી તો અનેક લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમજ હવે તો શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટ તેમજ હેલ્થ પ્રોડક્ટ માં પણ ભેળસેળ થવા માંડી છે. જેના કારણે અનેક લોકોના આરોગ્ય જોખમાઇ રહ્યું છે.

આ જાતકો માટે આગામી 7 દિવસમાં 'છપ્પરફાડ ધનલાભ'ના બની રહ્યા છે યોગ, સુખ-સંપત્તિ વધશે

સુરતના લોકોના આરોગ્ય માટે હાનિકારક એવા ખાદ્ય ચીજોમાં ભેળસેળ રોકવા માટે જે કાયદાની જોગવાઈ છે. તેમાં સજાની જોગવાઈ ખૂબ ઓછી હોય તેવું લાગે છે. આ ઉપરાંત પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેના રિપોર્ટ ખૂબ જ લાંબા સમય પછી આવે છે. ખોરાકમાં ભેળસેળ એ જાહેર આરોગ્ય માટેનું મોટું જોખમ છે. તેનાથી લોકોનું ચૈતન્ય હણાય છે અને ઘણીવાર મોતના મુખમાં પણ ધકેલાય છે અકસ્માતે બનેલા બનાવોમાં જો મનુષ્ય વધનો ગુનો લાગતો હોય, તો લોકોના ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવન સામે જાણી જોઈને જોખમ ઉભું કરી આવું અધમ કૃત્ય કરનાર સામે કાયદામાં સુધારો કરી મનુષ્યવધની કલમ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે અને ભેળસેળ કરતા લોકોમાં કાયદાના ડરનો માહોલ ઉભો થાય તો જ આ ભેળસેળનું દુષણ બંધ થાય તેવું લાગી રહ્યું છે. આવું કહીને તેઓએ ભેળસેળના કાયદાને કડક બનાવવા માટેની માંગણી કરી છે. 

સફેદ સોનાની ખેતી કરીને ભરપેટ પસ્તાયા અમરેલીના ખેડૂતો,માર્કેટમાં સાવ તળિયે બેસ્યો ભાવ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More