Home> Gujarat
Advertisement
Prev
Next

Surat: સુરતમાં રહેતા નિલેશ બોડાવાલાને અમિતાભ બચ્ચને પત્ર મોકલ્યો, માન્યો આભાર

સુરતમાં રહેતા નિલેશ બોડાવાલા અમિતાભ બચ્ચનના મોટા ફેન છે. તેણે પોતાના શરીર પણ બચ્ચનનું ટેટુ પણ બનાવ્યું છે. 

Surat: સુરતમાં રહેતા નિલેશ બોડાવાલાને અમિતાભ બચ્ચને પત્ર મોકલ્યો, માન્યો આભાર

તેજસ મોદી, સુરતઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ભારત સહિત દુનિયામાં કરોડો ફેન્સ છે. 78 વર્ષની ઉંમરે પણ બિગ બી ખુબ સક્રિય રહે છે. તેઓ પોતાના કામની વ્યસ્તતા વચ્ચે પણ પોતાના શુભેચ્છકોનું અભિવાદન કરવાનું ચુકતા નથી. સુરતમાં રહેલા નિલેશ બોડાવાલા પણ બિગ બીના મોટા ચાહક છે. નિલેશ બોડાવાલાએ પોતાનું ઘર મહાનાયકની તસવીરોથી સજાવ્યું છે. 

fallbacks

નિલેશે અમિતાભ બચ્ચનને આપી હતી ભેટ
હાલમાં ચાલી રહેલી કોન બનેગા કરોડપતિ સીઝનમાં પણ નિલેશે ભાગ લીધો હતો. આ સમયે સમયે નિલેશે અમિતાભ બચ્ચનને મેડિટેશન બામ્બુ રેઇન સ્ટીક ભેટ આપી હતી. પરંતુ ત્યારે પ્રત્યક્ષ ભેટ આપી શકાય નહીં. તેના એક સપ્તાહ બાદ અચાનક નિલેશને એક પત્ર મળ્યો હતો. આ પત્ર અમિતાભ બચ્ચને મોકલ્યો હતો અને નિલેશનો આભાર માન્યો છે. 

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડોક્ટર રાકેશ જોષીની પસંદગી

મહાનાયકનો મોટો ફેન છે નિલેશ
સુરતમાં રહેતા નિલેશ બોડાવાલા અમિતાભ બચ્ચનના મોટા ફેન છે. તેણે પોતાના શરીર પણ બચ્ચનનું ટેટુ પણ બનાવ્યું છે. તો તેમના ઘરમાં અમિતાભના પોસ્ટરો અને ફોટાઓ પણ લગાવ્યા છે. નિલેશ આ પહેલા અમિતાભ બચ્ચન સાથે મુલાકાત પણ કરી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More