Home> Gujarat
Advertisement
Prev
Next

Surat: હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થશે 'હિન્દુ' અભ્યાસક્રમ

પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ હવે યુનિવર્સિટીના MA સમાજશાસ્ત્ર વિભાગમાં આગામી શૈક્ષણિક વર્ષમાં 2022-23માં ભણાવવામાં આવશે. 

Surat: હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થશે 'હિન્દુ' અભ્યાસક્રમ

સુરતઃ બનારસ હિન્દુ યુનિવર્સિટી બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરશે. આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે. જેને પગલે VNSGU આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પહેલી યુનિવર્સિટી હશે. 

fallbacks

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે એમએ સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બે વર્ષનો “હિન્દુ અભ્યાસ” અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે. સિન્ડિકેટ સભ્યો વચ્ચે ચર્ચા બાદ, દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી અને બાદમાં તમામ સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે આવેલા સેલ્ફી પોઈન્ટ પર છત્રીની ચોરી

પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ હવે યુનિવર્સિટીના MA સમાજશાસ્ત્ર વિભાગમાં આગામી શૈક્ષણિક વર્ષમાં 2022-23માં ભણાવવામાં આવશે. અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટી નિમાશે. વિદ્યાર્થીઓ હિંદુ ધર્મના વાસ્તવિક ખ્યાલને સમજી શકશે. માત્ર ધર્મ પર ધ્યાન કેન્દ્રીત કરાશે, દેવી-દેવતાની પૂજા પર નહીં. કોર્સમાં મહાભારત, રામાયણ, વેદના રોજિંદા જીવન સાથેના સંબંધનો સમાવેશ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More