Home> Gujarat
Advertisement
Prev
Next

'લોકડાઉનમાં પોલીસે પકડે તો ક્રાઈમ ઓફિસરનું આઇકાર્ડ બતાવતો', આખરે ભાંડો ફૂટ્યો અને પછી...

પોલીસે તેની પાસેથી પંજાબ પોલીસને ઈશ્યુ કરવામાં આવતા આઈ કાર્ડ જેવા તેના નામ અને ફોટા વાળા ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે બનાવટી આઈ કાર્ડ કબજે કર્યા હતા. લોકડાઉનના સમયમાં ફરવા માટે નકલી આઈકાર્ડ બનાવ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. 

'લોકડાઉનમાં પોલીસે પકડે તો ક્રાઈમ ઓફિસરનું આઇકાર્ડ બતાવતો', આખરે ભાંડો ફૂટ્યો અને પછી...

ચેતન પટેલ, સુરત: સુરત શહેર એસઓજી પોલીસે પંજાબ પોલીસના ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે ડુપ્લીકેટ આઈ કાર્ડ લઈને ફરતા એક યુવકની ધરપકડ કરી છે. લોકડાઉન વખતે તેના વતન ગયો હતો ત્યારે તેણે પોલીસ રોકે તો આઈકાર્ડ બતાવી બચવા માટે બનાવ્યા હોવાની કબુલાત કરી હતી.

fallbacks

એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે પુણા કુંભારિયા રોડ સ્થિત રહેતા જીતેન્દ્ર કુમાર રમેશકુમાર છીપાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પંજાબ પોલીસને ઈશ્યુ કરવામાં આવતા આઈ કાર્ડ જેવા તેના નામ અને ફોટા વાળા ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે બનાવટી આઈ કાર્ડ કબજે કર્યા હતા. લોકડાઉનના સમયમાં ફરવા માટે નકલી આઈકાર્ડ બનાવ્યું હોવાનો ખુલાસો પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પ્રથમ લોકડાઉન સમયે તે તેના વતન ગામ હતો. 

પોલીસને માહિતી મળતાં પેસેન્જરોનો સામાન તપાસ્યો, અને પછી બેગમાંથી મળી આવી આ વસ્તુ

ત્યાં તેના મિત્ર જાવેદની મદદથી પોતાના ફોટા તથા નામ વાળા પંજાબ પોલીસના બે બનાવટી આઈકાર્ડ બનાવ્યા હતા અને કોઈ જગ્યાએ કોઈ રોકે તેઓ તે બતાવી બચવાના ઈરાદે પોતાની પાસે કાર્ડ રાખતો હોવાનું જણાવ્યું હતું. 

આ ઘટનામાં પોલીસે જાવેદખાનને વોન્ટેડ જાહેર કર્યો છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં ઝડપાયેલા આરોપીને આર્મીમાં ભરતી થવાનો શોખ હતો. અને તે બે વખત રીજેક્ટ પણ થયો હતો. સુરતમાં તે સાડી ડ્રેસની દુકાનમાં કામ કરે છે. તે મૂળ રાજસ્થાનના પાલી જીલ્લાના તખતગઢ ગામનો વતની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More