ચેતન પટેલ/સુરત: નવરાત્રી શરૂ થઈ ગઈ છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. ત્યારે સુરતમાં અનોખા જ ગરબા રમાઈ રહ્યા છે. આ ખેલૈયાઓએ પગમાં ઝાંઝર કે, બીજુ કોઈ ઘરેણું નહિ પણ ‘સ્કેટિંગ શૂઝ’ પહેર્યા છે. પહેલી નજરે તો જોતાં એવું જ લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબાની રમી રહી છે. અન્ય ખેલૈયાઓની જેમ તેઓ પણ નવરાત્રીમાં ધુમ મચાવવા તૈયારી કરી રહ્યા છે. ચણિયાચોળી હોય,ગરબા કે દાંડિયાનાં અવનવા સ્ટેપ્સ હોય. આ નવરાત્રી પણ તેમનાં માટે અન્ય ખેલૈયાઓની જેમ જ રહેવાની છે. જે માટે તેઓ તૈયાર છે પણ એવું નથી.
આ ખેલૈયાઓનાં પગમાં ઘુંઘરૂ કે, ઝાંઝર નહિં પણ સ્કેટીંગ શુઝ છે. સ્કેટીંગ શુઝ કે, જેનાં પર પ્રેકટીસ વગર ઉભા રહેવું પણ કદાચ મુશ્કેલ છે. ત્યાં આ નાની બાળકીઓ ગરબા અને દાંડિયાનાં અદ્ભભુત સ્ટેપ્સ કરી રહી છે. આ ખેલૈયાઓને આ પ્રમાણે સ્ટેપ્સ શીખવા માટે વર્ષોની મહેનત લાગી છે. એટલું જ નહિં સ્કેટીંગ પર ગરબા કરવા માટે તેમની આગળ-પાછળ રમતાં ખેલૈયાઓ સાથે તાલમેલ ખુબ જ જરૂરી બાબત પણ બની રહે છે. આ વખતે આ ખેલૈયાઓએ સ્કેટિંગ પર હિપહોપ ગરબા કર્યા છે.
કોઇ બીજો વ્યક્તિ જ્યારે સ્કેટીંગ પર ઉભા રહેવું કે, ચાલવાનું વિચારવાનું મુશ્કેલ સમજી શકે છે ત્યારે આ બાળકીઓ સ્કેટીંગ પર ગરબા અને દોઢિયાનાં સ્ટેપ્સને આસાનીથી કરી જાણે છે. તેઓ આ અનોખા અને અદ્ઘભુત ગરબાની વેરાયટીની ખુબ મજા માણે છે. ગરબામાં આવું અવનવું માત્ર સુરતમાં જ થતું હોવાથી તે પોતાની રીતે પણ એક રેકોર્ડ છે. અગાઉ પણ સ્કેટીંગ શુઝ પર ડાન્સ કરીને આ સુરતી છોકરીઓએ ખુબ વાહવાહી મેળવી હતી. પણ નવરાત્રીમાં આવું અનોખું કરીને તેઓ સૌને આશ્ચર્યચકિત કરી દે છે.
આમ,અન્ય ખેલૈયાઓ જ્યાં ચણિયાચોળી કે બીજા ઘરેણાઓથી સજીધજીને નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડ પર જાય છે, ત્યારે આ બાળકીઓ માટે તેમનું ખાસ આભુષણ જ તેમનાં ‘સ્કેટીંગ શુઝ’ છે જે તેઓને બીજા બધાથી અલગ પાડે છે. અને નવરાત્રીમાં તેઓ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે