Home> Gujarat
Advertisement
Prev
Next

લોકડાઉન અંગે અફવા ફેલાવનાર ટિખ્ખળીખોરની સુરત પોલીસે ધરપકડ કરી, તપાસમાં થયો ઘટસ્ફોટ

ગુજરાતમાં હાલ કોરોના વકરી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે તો સાથે જ અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે લોકો ઘરની બહાર ન નીકળ્યા તે માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ હાઇકોર્ટ દ્વારા સરકારને lockdown સુધીના પગલા ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક ટીખળખોરો દ્વારા ખોટી પોસ્ટ બનાવીને lockdown અંગેના સમાચાર વાયરલ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાએ ગુનો દાખલ કરી તપાસ કરવાના આદેશ આપ્યા હતા. 

લોકડાઉન અંગે અફવા ફેલાવનાર ટિખ્ખળીખોરની સુરત પોલીસે ધરપકડ કરી, તપાસમાં થયો ઘટસ્ફોટ

તેજસ મોદી/સુરત : ગુજરાતમાં હાલ કોરોના વકરી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે તો સાથે જ અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે લોકો ઘરની બહાર ન નીકળ્યા તે માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ હાઇકોર્ટ દ્વારા સરકારને lockdown સુધીના પગલા ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક ટીખળખોરો દ્વારા ખોટી પોસ્ટ બનાવીને lockdown અંગેના સમાચાર વાયરલ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાએ ગુનો દાખલ કરી તપાસ કરવાના આદેશ આપ્યા હતા. 

fallbacks

અમદાવાદ બાદ ગુજરાતનાં વધારે એક મહાનગરમાં પાનના ગલ્લાઓ બંધ કરવા આદેશ

જેમાં અલગ-અલગ શહેરોમાં પોલીસે ગુના દાખલ કર્યા હતા. આ સંદર્ભે એક ફરિયાદ સુરત શહેર પોલીસ સાઇબર ક્રાઇમ શાખામાં પણ દાખલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી facebook whatsapp અને ઇંસ્ટાગ્રામ પર ખોટા ફોટા બનાવી lockdown લાગુ કરવામાં આવ્યું હોવાના ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા. તપાસ સુરત સાઇબર ક્રાઇમ શરૂ કરી હતી જેમાં સુરત શહેર પોલીસ દ્વારા આનંદ ગિરજાશંકર શુક્લાની અટકાયત કરવામાં આવી હતી. 

AHMEDABAD: સોલા સિવિલમાં મોડી રાત્રે ત્રણ વ્યક્તિઓએ હોસ્પિટલ માથે લીધી

આનંદ શુક્લાએ પોતાના મોબાઈલ પર whatsapp પર આવેલા lockdown ના ખોટા મેસેજને કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર અન્ય ગ્રુપમાં તથા સોશિયલ મીડિયા માધ્યમોમાં ફોરવર્ડ કરી દીધા હતા. જોકે આનંદ શુક્લ આયે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેનાથી ભૂલમાં આ મેસેજ ફોરવર્ડ થઈ ગયો હતો. જ્યારે તેના ધ્યાન પર આ વાત આવી કે, આ મેસેજ ખોટો છે ત્યારે તેને માફી પણ માંગી હતી પરંતુ આનંદ અને તેના જેવા અન્ય લોકો કે જેમને ખોટા મેસેજ ફોરવર્ડ કર્યા હતા તેના કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More