Home> Gujarat
Advertisement
Prev
Next

જબરદસ્તી લોકોની જમીન પડાવતી લિબાયત ગેંગ, સુરત પોલીસે ઝડપી પાડ્યો સાગરીત

સુરતમાં મોકાની જગ્યા પર કબજો જમાવતી લિબાયતની ગેંગના એક સાગરીતને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એક પિસ્તોલ, બે કાર્તિઝ અને એક રેમ્બો છરો કબજે કર્યો હતો

જબરદસ્તી લોકોની જમીન પડાવતી લિબાયત ગેંગ, સુરત પોલીસે ઝડપી પાડ્યો સાગરીત

ચેતન પટેલ, સુરત: સુરતમાં મોકાની જગ્યા પર કબજો જમાવતી લિબાયતની ગેંગના એક સાગરીતને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એક પિસ્તોલ, બે કાર્તિઝ અને એક રેમ્બો છરો કબજે કર્યો હતો. હાલ સલાબતપુરા પોલીસે મુસ્તાકના 4 દિવસના રિમાન્ડ લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જો પોલીસ આ કેસમાં કડક પૂછપરછ હાથ ધરસે તો મોટા માથાનાઓના નામ બહાર નીકળશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

fallbacks

આ પણ વાંચો:- ભરૂચ: નર્મદા નદીના કિનારેથી મળી આવ્યા મૃતદેહ, મૃતક પાસેથી મળી સુસાઇટ નોટ

સુરતના સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ પિસ્તોલ અને છરા સાથે કમેલા દરવાજા પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મુસ્તાક શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જેની તપાસ કરતા તેની પાસે થી એક પિસ્તોલ, બે કાર્તિઝ અને એક રેમ્બો છરો મળી આવ્યો હતો.

આ પણ વાંચો:- સ્ત્રી સશક્તિકરણ: આણંદની આ ગૃહિણી ગ્રીસમાં ચમકાવશે ગુજરાતનું નામ

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ પિસ્તોલ તેને લિબાયત મારુતિ નગરમાં રહેતા મોહસીન શાહ અને મોહમદ હાસીમ સિદ્દીકીએ 3 માસ અગાઉ આપી હતી. સુરત શહેર, સુરત જિલ્લો, રેલવે પોલીસ અને ક્રાઇમબ્રાન્ચમાં બન્ને અગાઉ ઝડપાઇ ચુક્યા છે. આ બન્ને શખ્સો લિબાયત વિસ્તારમાંથી ગેંગ ઓપરેટ કરે છે. સુરત શહેર, જિલ્લામાં મોકાની જગ્યા પર જબરજસ્તી કબજો કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો:- પાકિસ્તાનનું નવું ષડયંત્ર, ગુજરાતના સરક્રિક ક્ષેત્રમાં તૈનાત કર્યા SSG કમાન્ડો

3 માસ અગાઉ આ બન્નેએ મુસ્તાકનો સંપર્ક કરી તેને એક જમીન પર કબજો મેળવવા પિસ્તોલ અને છરો આપ્યા હતા. હાલ સલાબતપુરા પોલીસે મુસ્તાકના 4 દિવસના રિમાન્ડ લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જો પોલીસ આ કેસમાં કડક પૂછપરછ હાથ ધરસે તો મોટા માથાનાઓના નામ બહાર નીકળશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More