Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસે માર્યો ઢોરમાર અને ગુપ્તાંગમાં નાખ્યું પેટ્રોલ અને મરચાની ભુકી, સુરતની ચોંકાવનારી ઘટના

હાલમાં સુરત (Surat)ના ડિંડોલી પોલીસ સ્ટેશન (Dindoli police station)માં યુવક સાથે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવાનના પિતા દ્વારા કોર્ટમાં દાદ મંગાયા બાદ ડિંડોલી પોલીસે નીચી મુંડી રાખીને યુવાનને કોર્ટ (Court)માં રજૂ કર્યો હતો જ્યાંથી સારવાર માટે તેને કોર્ટે નવી સિવિલ હોસ્પિટલ (civil hospital)માં મોકલતા ડિંડોલી પોલીસની નિર્દય હરકતો બહાર આવી છે.

પોલીસે માર્યો ઢોરમાર અને ગુપ્તાંગમાં નાખ્યું પેટ્રોલ અને મરચાની ભુકી, સુરતની ચોંકાવનારી ઘટના

ચેતન પટેલ/સુરત : હાલમાં સુરત (Surat)ના ડિંડોલી પોલીસ સ્ટેશન (Dindoli police station)માં યુવક સાથે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવાનના પિતા દ્વારા કોર્ટમાં દાદ મંગાયા બાદ ડિંડોલી પોલીસે નીચી મુંડી રાખીને યુવાનને કોર્ટ (Court)માં રજૂ કર્યો હતો જ્યાંથી સારવાર માટે તેને કોર્ટે નવી સિવિલ હોસ્પિટલ (civil hospital)માં મોકલતા ડિંડોલી પોલીસની નિર્દય હરકતો બહાર આવી છે. આ મામલામાં પોલીસ કોર્ટના સકંજામાં આવે એવી સંભાવના છે.

fallbacks

FASTag : લંબાવાઈ અમલીકરણની તારીખ, છેલ્લી ઘડીએ મળી રાહત

ઘટનાની વિગતો જોઈએ તો સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં શકમંદ તરીકે ઝડપાયેલી યુવતીએ તેની બહેનપણીના ઘરમાં અંદાજે દોઢ લાખ રૂપિયાની ચોરી કરીને આ રૂપિયા ડિંડોલી ગોડાદરા ખાતે આવેલી વરદાન રેસીડન્સીમાં રહેતા બોબી ક્રિષ્ના યાદવને આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ મામલામાં પોલીસ વરદાન રેસીડન્સી ખાતે તપાસ અર્થે ગઇ હતી પરંતુ 21 વર્ષીય યુવાન બોબી નોકરી પર ગયેલો હોવાથી તેની માતાએ બોબીને ફોન કરીને સમગ્ર વાત કરી હતી. બોબી આ કેસમાં કંઇ ન જાણતો હોવાનું કહેવા માટે 27મી તારીખના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા બોબીને ઢોર માર મારીને અર્ધ બેભાન બનાવી દેવાયો હતો. આટલા અત્યાચાર બાદ બોબીના ગુપ્તાંગમાં પેટ્રોલ નાંખવા સાથે મરચાની ભૂકી પણ નાંખવામાં આવી હતી. આખરે બોબીના પિતાએ પોલીસનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને બોબીને મળવા દેવાયા ન હતા. આખરે કોર્ટમાં પોતાના પુત્રને છેલ્લા ત્રીસ કલાકથી ડિંડોલી પોલીસે ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ લઇને તેઓ  કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે ડિંડોલી પોલીસને બોબીને કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. જો કે, પોલીસે બોબીને ધમકી આપીને તેને માર મારવામાં આવ્યો નથી એવું નિવેદન આપવા દબાણ કર્યું હતું તેમજ જો કોઇ નિવેદન આપશે તો પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં લાવીને મારીશું એવી ધમકી પણ આપી હતી. 

Surat: કબર પર બનેલી આ સોલાર ઘડિયાળ, બતાવે છે એકદમ સચોટ સમય!

આ મામલામાં બોબીએ કોર્ટમાં પોતાના પર પોલીસે આચરેલી અત્યાચારની તમામ વિગતો કહી હતી તેમજ ગુપ્તાંગમાં પેટ્રોલ રેડવા સાથે લાલ મરચાની ભુકી નાંખવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. આખરે કોર્ટે બોબીને મેડીકલ ચેકઅપ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાનો આદેશ આપ્યો હતો. મેડિકલ તપાસમાં બોબીની ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા આ મામલે ડિંડોલી પોલીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More