Home> Gujarat
Advertisement
Prev
Next

માતેલા સાંઢની જેમ વાહન હંકારનારાઓમાં ફફડાટ, હવે ગુજરાતમાં ગાડી ઠોકશો તો ધકેલાશો પાસામાં!

લાલબત્તી સમાન કાર્યવાહી કરવામાં આવી છે. બેફામ વાહન હાંકનારાઓ માટે આ કાર્યવાહી એક ચેતવણી સ્વરૂપ છે. કારણ કે રાજ્યમાં પહેલી વખત હિટ એન્ડ રનના કેસમાં 27 વર્ષના યુવાન સામે સુરત પોલીસનો પાસાનો આદેશ આવતા બેફામ રીતે વાહન હંકાનારાઓમા ફફડાટ ફેલાયો છે.

માતેલા સાંઢની જેમ વાહન હંકારનારાઓમાં ફફડાટ, હવે ગુજરાતમાં ગાડી ઠોકશો તો ધકેલાશો પાસામાં!

ચેતન પટેલ/સુરત: સુરતમાં વધતા અકસ્માતો ને ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા લાલબત્તી સમાન કાર્યવાહી કરવામાં આવી છે. બેફામ વાહન હાંકનારાઓ માટે આ કાર્યવાહી એક ચેતવણી સ્વરૂપ છે. કારણ કે રાજ્યમાં પહેલી વખત હિટ એન્ડ રનના કેસમાં 27 વર્ષના યુવાન સામે સુરત પોલીસનો પાસાનો આદેશ આવતા બેફામ રીતે વાહન હંકાનારાઓમા ફફડાટ ફેલાયો છે. સાજન પટેલ પર થયેલી કાર્યવાહી અન્ય લોકો માટે એક ચેતવણી કહી શકાય છે. 

fallbacks

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે મોટી જાહેરાત

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગત મહિને બીઆરટીએસ રૂટમાં નશામાં ચકચૂર યુવકે પૂરપાટ ઝડપે કાર હંકારી 3 બાઇકને ઉડાવી હતી, સાથે જ અન્ય યુવકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. હિટ એન્ડ રન કરી બેફામ બનનાર આરોપી સાજન પટેલને પોલીસે પાસામાં ધકેલી દીધો છે. હિટ એન્ડ રનના કેસમાં પાસા હેઠળ કાર્યવાહીનો સમગ્ર રાજ્યમાં આ પહેલો કિસ્સો હોવાનું પોલીસે જણાવ્યું છે. અમદાવાદનાં તથ્યકાંડ બાદ તુરત જ ઘટના બની હોવાથી સુરત પોલીસ સર્તક હતી. તેથી પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ હતી.

OBC અનામત મુદ્દે મોટી હલચલ થઈ, અટકી પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ ખુલ્યો

ગત મહિને રવિવારે કાપોદ્રામાં શ્રીરામ મોબાઇલ શોપ પાસે બીઆરટીએસ રૂટમાં લાલ કલરની સ્વીફ્ટ કારે ગંભીર અકસ્માત સર્જયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે એક પછી એક 3 બાઇકને ધડાકાભેર ઉડાવી દીધી હતી અને બાદમાં કાર પોલ અને પીપડા સાથે ટકરાવી દીધી હતી. એક બાઇકને ઉડાવ્યા બાદ પણ કારચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી બાદમાં અન્ય બે બાઇકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં છ યુવકોને ઇજા થઇ હતી.અક્સ્માત થતા લોકોએ એકત્ર થઇ કાર ચાલકને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. સ્થળ પર પહોંચેલી કાપોદ્રા પોલીસે કારચાલક સાજન સન્ની રાકેશ પટેલ ની ધરપકડ કરી હતી.

LPG Rate: એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં થઈ શકે છે 200 રૂપિયાનો ઘટાડો

બેફામ રીતે ડ્રીંક કરી કાર હંકારી લોકોની જિંદગી જોખમમાં મુકાય, યુવકોને ઇજાગ્રસ્ત કર્યા જે બદલ બેદરકારીનો અને ડ્રીંક એન્ડ ડ્રાઇવનો એમ બે ગુના પોલીસે નોંધ્યા હતા. આ તમામ ઘટનાને ધ્યાને રાખી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે નશો કરી અકસ્માત કરી નિર્દોષોની જિંદગી જોખમમાં મુકવાના કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. 

શું હું કેનેડા જઈને મારી જાતે કામ કરી શકું? જાણી લો શું કરી શકાય શું ના કરી શકાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More