Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બહાદુરી સામે આવી છે. નદીમાં ડૂબતા જોઈ પોલીસકર્મીએ કઈ પણ વિચાર્યા વિના નદીમાં છલાંગ લગાવી વૃદ્ધનો જીવ બચાવ્યો છે. પોલીસકર્મીની બહાદુરી અને સતર્કતાથી વૃદ્ધનો જીવ બચાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, લોકો પોલીસકર્મીની બહાદુરીને બિરદાવી રહ્યાં છે.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ કોઝવે ખાતે આવેલા તાપી નદીમાં પડી ગયા હતા, જેને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. બીજી તરફ લોકોએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી ચોકબજાર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બીજી તરફ વૃદ્ધ પાણીમાં ડૂબી રહ્યા હોય ચોકબજાર પોલીસ મથકના કોન્સ્ટેબલ તાત્કાલિક પાણીમાં કુદી પડ્યા હતા અને વૃદ્ધને પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસના આ રેસ્ક્યુનો વીડિયો પણ સામે આવ્યો છે. તો બીજી તરફ પોલીસકર્મીની આ બહાદુરી અને સતર્કતાથી એક વૃદ્ધનો જીવ બચ્યો છે અને લોકો તેઓની આ નેકામને બિરદાવી રહ્યા છે.
હાર્દિક પટેલે રાજકીય ગ્રાઉન્ડ પર ‘બેન’ની અને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘દાદા’ની વિકેટ પાડી
સુરતના રાંદેર અને કતારગામને જોડતા કોઝવે નદી ખાતે એક વૃદ્ધ બપોરના ૪ વાગ્યાની આસપાસ પાણીમાં પડી ગયા હતા. વૃદ્ધને પાણીમાં પડતા જોઈ ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ તાત્કાલિક બનાવની ૧૦૦ નબર પર કરી હતી. બીજી તરફ કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા જ ગણતરીની મીનીટોમાં જ ચોકબજાર પોલીસ મથકના કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુ અને પોલીસકર્મી રાહુલભાઈ ત્યાં પહોચી ગયા હતા. વૃદ્ધ પાણીમાં ડૂબી રહ્યા હોય ચિંતનભાઈએ સાથી પોલીસકર્મીને પીસીઆર વાનમાંથી દોરડું પાણીમાં નાંખવા જણાવ્યું હતું અને બાદમાં તેઓએ બુટ કાઢી વર્દી સાથે કોઝવેના પાણીમાં કુદી પડ્યા હતા. બીજી તરફ સાથી પોલીસકર્મીએ દોરડું પાણીમાં નાખ્યું હતું અને બાદમાં બંને પોલીસકર્મીઓએ વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું હતું.
Vadodara : સુખી સંપન્ન પરિવારના ફાઈનાન્સરે હોટલમાં રૂમ બૂક કરીને આપઘાત કર્યો
આ અંગે ચોકબજાર પોલીસ મથકના કોન્સટેબલ ચિંતનભાઈએ જણાવ્યું હતું કે કોઝવે ખાતે એક વૃદ્ધ પાણીમાં કુદ્યા હોવાનું લોકોએ જોયું હતું અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી હું અને મારા સાથી પોલીસકર્મી રાહુલભાઈ તથા એસઆરપી જયંતીકુમાર બાંભણીયા ત્યાં પહોચી ગયા હતા. અમે ત્યાં જઈને જોયું તો ત્યાં લોકોનું ટોળું હતું અને વૃદ્ધ પાણીમાં ડૂબી રહ્યા હતા જેથી મેં મારા સાથી પોલીસકર્મીને પીસીઆર વાનમાંથી દોરડું કાઢવાનું કહી હું બુટ કાઢી નદીમાં કુદી પડ્યો હતો. એટલામાં સાથી પોલીસકર્મીએ દોરડું પાણીમાં નાખ્યું હતું અને બાદમાં ત્યાં લોકોની મદદથી દાદાને તાપી નદીમાંથી બહાર કાઢી કિનારે લઇ આવ્યા હતા અને બાદમાં તેઓના શરીરમાંથી પાણી બહાર કાઢ્યું હતું અને ત્યાં સુધીમાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ આવી પહોચી હતી જેથી તેઓને સારવાર અર્થે ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા : અલ્પેશ બાદ હાર્દિક પટેલ પણ અહીં પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, ચોકબજાર પોલીસકર્મીઓએ કરેલા આ રેસ્ક્યુનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધ પાણીમાં ડૂબી રહ્યા છે અને પોલીસકર્મી અને અન્ય લોકો વૃદ્ધને બહાર કાઢે છે. પોલીસકર્મીની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી અને પોલીસકર્મીની સતર્કતાથી એક વૃદ્ધનો જીવ પણ બચ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે. અને લોકો પોલીસકર્મીની આ બહાદુરીને બિરદાવી રહ્યાં છે.
ગુજરાત વિદ્યાપીઠનો ઈતિહાસ બદલાયો, 16 વર્ષ જૂના નિયમને આપી તિલાંજલી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે