ચેતન પટેલ/સુરત: ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે. જેમાં પોલીસને 164 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. માત્ર છ મહિનામાં 89 બેન્ક એકાઉન્ટમાંથી કુલ 1,445 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. જો કે, ઉધના પોલીસની તપાસ દરમિયાન મળી આવેલા 164 પૈકી 89 બેન્ક એરાઉન્ટ RBL બેન્કના હોવાનું સામે આવ્યું છે.
જ્યારે હજુ બાકીના 76 બેન્ક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે, વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક મોપેડ રોક્યુંને સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.
તારી ચરબી ઉતારવી પડશે કહીને 500 રૂપિયા માટે લોહિયાળ જંગ,છરીના ઘા મારીને વેતરી નાખ્યો
પોલીસે વધુમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અન્ય મોટાભાગના બેન્ક એકાઉન્ટ બેન્ક લોન આપવાના બહાને ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. દેશવ્યાપી કૌભાંડમાં કીરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરી હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ અને વિનીત સહિત રિચ પે આઇડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય ભેજાબાજો હોવાનું સામે આવ્યું છે. લોકોને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના નામે ડોક્યુમેન્ટ લેવામાં આવતા હતા.
આફતની આગાહી! ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું એલર્ટ, ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી? જાણો
અપૂરતા પુરાવાના કારણે બેન્ક એકાઉન્ટ નહીં ખેલુ તેમ કહી તે પુરાવાના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવી લેતા હતા. જે બાદ બેન્ક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જો કે, ઉધના પોલીસની તપાસમાં હજી મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે