Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતનો અનોખો પ્રોજેક્ટ રિસાયકલ : વિદ્યાર્થીઓને સાયકલ વાપરવા આપે છે, પણ એક શરત પર...

સુરતનો અનોખો પ્રોજેક્ટ રિસાયકલ : વિદ્યાર્થીઓને સાયકલ વાપરવા આપે છે, પણ એક શરત પર...
  • બાળકોને એક વર્ષ સુધી સાયકલ આપવામાં આવી છે. આ સાયકલ તેઓ કોઈને વેચી શકશે નહિ. જો તેમને ઉપયોગી ન થતી હોય તો ફરીથી તેમણે આ સંસ્થાને પરત આપવાની રહેશે

ચેતન પટેલ/સુરત :સુરતમાં પ્રોજેક્ટ રિસાયકલ અંતર્ગત 21 વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ છે. જે સાઇકલો ઉપયોગ વગર પડી રહી હોય તેને રિપેર કરીને જરૂરિયાતવાળા વ્યક્તિઓને આ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવે છે.

fallbacks

નેધરલેન્ડના પ્રોજેક્ટ પર કામ 
સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી રિસાયકલ પ્રોજેક્ટ કાર્યરત છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં વધું કામ થઈ શક્યું નથી. પરંતુ આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનો પુરવાર થઈ શકે એમ છે. નેધરલેન્ડની સંસ્થા BYCS ની જેમ દુનિયાના મોટા શહેરોમાં લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરતા થાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંસ્થાના પ્રતિનિધિઓ શહેરમાં બિનઉપયોગી થયેલી સાયકલોને એકત્રિત કરે છે. ત્યારબાદ તેને રીપેરીંગ કરીને જરૂરિયાતવાળા વ્યક્તિને આપવામાં આવે છે.

આ પણ વાંચો : જામનગર : દર્દીને બેભાન કરવા અપાતા ઈન્જેક્શનથી મેડિકલ સ્ટુડન્ટે કરી આત્મહત્યા 

એક વર્ષ માટે વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ
સુરતના મિની બજાર ખાતે આવેલા સૌરાષ્ટ્ર સમાજ વાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વખતે સાયકલ તેમને આપવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમણને કારણે અનેક પરિવારોની આર્થિક મુશ્કેલી વધી છે ત્યારે બાળકોને પોતાના સ્કૂલ કે ટ્યુશનમાં જવા માટે મદદરૂપ થઈ શકવાના આશયથી સાયકલ આપવામાં આવી છે. આ બાળકોને એક વર્ષ સુધી સાયકલ આપવામાં આવી છે. આ સાયકલ તેઓ કોઈને વેચી શકશે નહિ. જો તેમને ઉપયોગી ન થતી હોય તો ફરીથી તેમણે આ સંસ્થાને પરત આપવાની રહેશે. તેમજ એક વર્ષ દરમિયાન 5 જેટલા વૃક્ષો વાવવાના રહેશે તેવુ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કેવું જશે 2021 નું ગુજરાતનું ચોમાસું... જૂનાગઢમાં એકઠા થયેલા આગાહીકારોએ આપ્યો આ જવાબ 

ભારતમાં સાયકલ માટે અવેરનેસ આવે તેવો પ્રયાસ 
રિસાઈકલ પ્રોજેક્ટના સભ્ય સુરેશ જૈનને જણાવ્યું કે, UNO સાથે રહીને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નવો કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરાયો છે. સંસ્થા દ્વારા 2030 સુધીમાં મોટા શહેરોમાં 50 ટકા લોકો સાઇકલનો ઉપયોગ કરતા થાય તે પ્રકારની જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરાયું છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં વધુ કામ કરી શક્યા નથી. પરંતુ હવે સ્થિતિ સુધરી છે ત્યારે અમે ધીરે ધીરે આ પ્રોજેક્ટને ખૂબ ઝડપથી આગળ લઈ જવાની તૈયારી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More