Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતઃ તાપી નદીમાં ઉમરા નજીક ડૂબી જવાથી સગા ભાઈ-બહેનના મોત


ઉમરા ઓવર વિસ્તારમાં કરૂણા મંદિર નજીક ઓવારામાં ત્રણ બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન ત્રણેય ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે.

સુરતઃ તાપી નદીમાં ઉમરા નજીક ડૂબી જવાથી સગા ભાઈ-બહેનના મોત

સુરતઃ સુરતમાં તાપી નદીમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. આ બંન્ને સગા ભાઈ-બહેન છે. તો અન્ય એક બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. બંન્ને ભાઈ-બહેનના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

fallbacks

પ્રાપ્ત વિગત અનુસાર ઉમરા ઓવર વિસ્તારમાં કરૂણા મંદિર નજીક ઓવારામાં ત્રણ બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન ત્રણેય ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે, તો એકની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આ બંન્ને બાળકો ઉમરાના દમણ ફરિયામાં રહેતા હતા. 

આત્મવિશ્વાસથી ભરપૂર PSI અમિતા જોશી સ્યૂસાઈડ કરશે તેવુ કોઈએ વિચાર્યું ન હતું

જે બેના મોત થયા છે તેમાં બાળકની ઉંમર 8 અને બાળકીની ઉંમર 10 વર્ષ છે. અન્ય એક નુરી નામની બાળકી લાપતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ બંન્ને મૃતકોના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ પરિવાર સહિત દમણ ફળિયામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More