Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: Corona દર્દી માટે પોતાનો માસ્ક ઉતારીને જીવ જોખમમાં મુકનાર સંકેત મહેતા સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર ડૉ. સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા અને દરમિયાન એક દર્દીના વેન્ટીલેટર પર ચડાવવા માટે પોતાનું હાઇ લેવલ ઓક્સિજન માસ્ક આપીને પોતાનો જીવ જોખમમાં મુકીને બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ તેઓની ખુબ જ વાહવાહી થઇ હતી જો કે તેના કારણે તેમનું સ્વાસ્થય ખુબ જ ગંભીર હદ સુધી કથળી ગયું હતું. જો કે આખરે આજે તેઓ કોરોના સામે જંગ જીતીને પોતાના ઘરે સાજા થઇને પરત ફર્યા છે. ઘરે આવેલા ડૉ. સંકેત ખરા અર્થમાં કોરોના વોરિયર છે. ડૉ. સંકેતને આવકારવા માટે તેમનો સમગ્ર પરિવાર એકઠો થયો હતો.

સુરત: Corona દર્દી માટે પોતાનો માસ્ક ઉતારીને જીવ જોખમમાં મુકનાર સંકેત મહેતા સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

ચેતન પટેલ/સુરત : સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર ડૉ. સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા અને દરમિયાન એક દર્દીના વેન્ટીલેટર પર ચડાવવા માટે પોતાનું હાઇ લેવલ ઓક્સિજન માસ્ક આપીને પોતાનો જીવ જોખમમાં મુકીને બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ તેઓની ખુબ જ વાહવાહી થઇ હતી જો કે તેના કારણે તેમનું સ્વાસ્થય ખુબ જ ગંભીર હદ સુધી કથળી ગયું હતું. જો કે આખરે આજે તેઓ કોરોના સામે જંગ જીતીને પોતાના ઘરે સાજા થઇને પરત ફર્યા છે. ઘરે આવેલા ડૉ. સંકેત ખરા અર્થમાં કોરોના વોરિયર છે. ડૉ. સંકેતને આવકારવા માટે તેમનો સમગ્ર પરિવાર એકઠો થયો હતો.

fallbacks

GUJARAT CORONA UPDATE: નવા 935 દર્દી, 1014 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત

સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર ડૉ. સંકેત મહેતાના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને નવજીવન મળ્યું હતું. કોરોના બાદ તેઓના લંગ્સ ફાઇબ્રોસિસ થતા પહેલા વેન્ટિલેટર પર અને ત્યાર બાદ ઇક્મોનો સપોર્ટ અપાયો હતો. ફાઇબ્રોસિસના લીધે ફેફસા કડક થવા લાગે છે. સામાન્ય વ્યક્તિને શ્વાસ લેવાથી ફેફસા 300-500 ની સિસ્ટમ વચ્ચે ફુલે છે. સંકેત પટેલના ફેફસા 40 ટકા જેટલા જ ફુલતા હતા. જો કે આ તબીબે ફેફસાના ટ્રાન્સપ્લાન્ય કરવાની નોબત આવી હતી. આ સુવિધા મુંબઇ અને ચેન્નાઇમાં હતી. જો કે આજે આ તબીબ મોતના મુખમાંથી પરત ફર્યા છે. 

સરકારી નોકરીની લાલચે લાખો રૂપિયાની ઠગાઇ, પોલીસ કર્મીના પિતા પણ છેતરાયા

સંકેત પટેલ છેલ્લા 100 દિવસ સુધી કોરોના સામે લડ્યા હતા. તબિયત એટલી કથળી ગઇ હતી કે, તેમને પ્લેન દ્વારા ચેન્નાઇ લઇ જવાયા હતા. જો કે સારવારનો ખર્ચ ખુબ જ વધારે હોવાના કારણે લોકોએ જાહેર ફાળો કરીને કેટલીક રકમ ચુકવી હતી જ્યારે કેટલીક મદદ સરકાર દ્વારા કરવામાં આવી હતી. 

ગર્વ છે: સ્પેશિયલ ઓપરેશન મેડલની જાહેરાત, પાંચ ગુજરાતી પોલીસ અધિકારીઓની પસંદગી

સરકારમાં સતત કોરોનાના દર્દી વદી રહ્યા હતા ત્યારે દર્દીઓ થકી સંકેત મહેતા કોરોના સંક્રમિત થયા હતા. જ્યાં તેમણે પોતાની સ્થિતિ વિપરિત હોવા છતા દર્દીની મદદ માટે પોતાનું માસ્ક ઉતારી આપ્યું હતું. પોતાના દાન માટે ખુબ જ ખ્યાતનામ સુરતીઓએ આ ડોક્ટરની દિલેરી પર ખુબ જ વ્હાલ વરસાવ્યું હતું. લાખો રૂપિયા એકત્ર કરી આપ્યા હતા. આખરે સંકેત પટેલ સ્વસ્થ થઇને ઘરે પહોંચી ચુક્યા છે. હાલ તેઓ એકદમ સ્વસ્થ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More