Home> Gujarat
Advertisement
Prev
Next

એક સ્કૂટર પર 6 યુવકોની સવારી, સુરતીઓમાં જોખમી Reels બનાવવાનો ગાંડો શોખ જાગ્યો

Surat Stunt Video : સુરતમાં એક સ્કૂટર પર 6 યુવકો સવાર હોવાનો વીડિયો થયો છે વાયરલ...ચાલુ સ્કૂટરે યુવકો બનાવી રહ્યાં છે રીલ્સ. જીવના જોખમે યુવકો બેફામ વાહન ચલાવી બનાવી રહ્યાં છે રીલ્સ

એક સ્કૂટર પર 6 યુવકોની સવારી, સુરતીઓમાં જોખમી Reels બનાવવાનો ગાંડો શોખ જાગ્યો

Trending Reels : રીલ્સ તો આખી દુનિયા બનાવે છે, પરંતુ સુરતીઓમાં રીલ્સ બનાવવાની ઘેલછા હવે જાણે સ્પર્ધા પર ઉતરી આવી હોય તેવુ લાગે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સુરતીઓ રીલ્સ બનાવવામાં બેફામ બન્યા છે. સુરત પોલીસની કડક કાર્યવાહી છતા સુરતીઓને કોઈ ડર નથી. રીલ્સમાં તેઓ ટ્રાફિકના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. સોશિયલ મીડિયાની દુનિયાએ સુરતીઓને ઘેલા કર્યાં છે. જે રીતે થોડા સમય પહેલા સુરતમાં જાહેરમા તલવારથી કેક કાપવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો, તેમ હવે સુરતમાં વાહનો પર રીલ્સ બનાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે, જે સુરત પોલીસ માટે ચેલન્જિંગ પણ છે. 

fallbacks

સુરતમાં હવે જોખમી મોપેડ સવારીનો વીડિયો સામે આવ્યો છે. મોપેડ પર 6 યુવકો એકસાથે સવારી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. 3 યુવકોએ મોપેડ પર બેસીને  રીલ્સ બનાવી હતી. જેમાં મોપેડ ચલાવતો યુવક તો સિગરેટના કશ ઉડાડતો હોય તેવો દેખાડો કરતો હતો. આ યુવકો પોતાની સાથે અન્યનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. આ વીડિયો સુરતનો હોવાની ચર્ચા છે. જોકે, આ વીડિયોમાં યુવકો છે કે સગીરો તેની હજી પુષ્ટિ થઈ નથી. 

મહત્વના સમાચાર : આ લોકોને નહિ મળે બિપોરજોય વાવાઝોડાની સરકારી સહાયનો લાભ

 

 

આ ઘટનાઓથી એ સવાલ થાય છે કે, જેટલી જવાબદારી તંત્રની છે, તેટલી જ જવાબદારી માતાપિતાની પણ છે. શું સુરતમાં રહેતા માતાપિતાને નહિ ખબર હોય કે તેમના સંતાનો આ શું કરી રહ્યા છે. શું તેમના માતાપિતા સંતાનોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર નહિ રાખતા હોય, અને જો નજર રાખતા હશે તો માતાપિતાની જવાબદારી કેમ ચૂકી જાય છે કે, આવુ કરનારા સંતાનો પર તેઓ કેમ ચૂપ છે. કેમ પોતાના સંતાનોને આ રીતે વર્તવા દે છે. 

 

 

 

ગુજરાતમાં નબીરાઓ બેફામ બનીને કાયદા અને નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. પોલીસ કે કાયદાના ડર વગર બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને લોકોને ટક્કર મારી મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે. કોઈ દારૂપીને ગાડી ચલાવે છે. કોઈ રીલ્સના ચક્કરમાં જોખમી સ્ટંટ કરે છે. તો કોઈ લાયસન્સ વગર જ રોડ પર પૂરપાટ ઝડપે ગાડીઓ દોડાવે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે તથ્ય પટેલ. 20 જુલાઈએ અમદાવાદમાં અડધી રાત્રે તથ્ય પટેલની ગાડી કાળ બનીને નવ લોકો પર ફરી વળી. એવી જ રીતે 24 જુલાઈએ અમદાવાદના મણિનગરમાં એક નબીરો નશાની હાલાતમાં અકસ્માત સર્જે છે. તો 25 જુલાઈએ વડોદરામાં હિટ એન્ડ રનની હચમચાવનારી ઘટના સામે આવે છે. તો 27 જુલાઈએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં દારૂપીને BMW ચાલક નબીરો અનેક જગ્યાએ અકસ્માત સર્જે છે. જ્યારે જૂનાગઢમાં 29 જુલાઈએ બેફામ બનેલ નબીરો સાંકળી ગલીમાં પણ પૂરપાટ ઝડપે કાર ચલાવી એક મહિલાને ટક્કર મારીને ફરાર થાય છે. આ તમામ એવી ઘટનાઓ છે જે પોલીસના કડક કાર્યવાહીના દાવાને પોકળ સાબીત કરી રહી છે. નબીરાઓ છાંટકા બનીને બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને પોલીસ તેમના પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More