Home> Gujarat
Advertisement
Prev
Next

રમઝાનના પહેલા દિવસે જ સુરતમાં ચાર ભાઈએ એકની એક બહેન ગુમાવી, કરૂણ ઘટનાની હકીકત જાણી રડી પડશો

સુરતમાં ઊન વિસ્તારમાં મોબાઈલ અંગે માતાએ ટકોર કરતાં કિશોરીએ ગળેફાંસો ખાધો છે. જેમાં 4 ભાઈઓએ એકની એક બહેન ગુમાવવાનો વારો આવ્યો છે. પરિવારના સભ્યો સાડીમાં સ્ટોન ચોંટાડી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ માતાએ દીકરીને મોબાઈલના ઉપયોગ અંગે ટકોર કરતા લાગી આવ્યું હતું

રમઝાનના પહેલા દિવસે જ સુરતમાં ચાર ભાઈએ એકની એક બહેન ગુમાવી, કરૂણ ઘટનાની હકીકત જાણી રડી પડશો

ચેતન પટેલ/સુરત: આજના આધુનિક સમયમાં મોબાઈલ એક જરૂરીયાત બની ગઈ છે. દુનિયામાં લાખો એવા લોકો છે, જેનું બધુ કામ મોબાઈલ પર થાય છે. આ સિવાય બાળકોના અભ્યાસથી લઇને દૂર બેઠેલા લોકો સાથે જરૂરી વાત કરવી, દરેક કામ માટે મોબાઈલ જરૂરી બની ગયો છે. પરંતુ ક્યારેક ક્યારેક આજ મોબાઈલના ઉપયોગના કારણે યંગસ્ટર્સ ઉંઘા રવાડે ચઢતા હોય છે. નાનાથી માંડી મોટા સુધી સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે, ત્યારે સુરતમાં એક માતાને પોતાની દીકરીને મોબાઈલ અંગે ઠપકો આપવો ભારે પડ્યો છે.

fallbacks

સુરતમાં ઊન વિસ્તારમાં મોબાઈલ અંગે માતાએ ટકોર કરતાં કિશોરીએ ગળેફાંસો ખાધો છે. જેમાં 4 ભાઈઓએ એકની એક બહેન ગુમાવવાનો વારો આવ્યો છે. પરિવારના સભ્યો સાડીમાં સ્ટોન ચોંટાડી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ માતાએ દીકરીને મોબાઈલના ઉપયોગ અંગે ટકોર કરતા લાગી આવ્યું હતું અને તેને ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ દીકરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે ફરી અમિત શાહ આવશે ગુજરાત, જાણો ક્યારે અને શું છે તેમનો આગામી કાર્યક્રમ?

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ઉન પાટીયા ભીંડી બજાર સિદ્દીકી નગર ખાતે રહેતી જૈનબ મુસ્લિમ અંસારી (16)ના પિતાને પેરાલિસીસ હોવાથી પરિવારના સભ્યો સાડીમાં સ્ટોન ચોંટાડી પરિવારનું ગુજરાન ચલાવે છે. 4 ભાઈ અને 1 બહેન સહિતના સભ્યો પરિવારના આ ઘંઘામાં હાથ અજમાવે છે. ત્યારે રમઝાન શરૂ થતા સોમવારના રોજ ઘરના તમામ સભ્યોએ રોઝા રાખ્યા હતા.  

ત્રીજા નોરતે પાવગઢ મંદિરમાં હૈયે હૈયું દળાય તેવુ ભક્તોનું ઘોડાપૂર, 15 લાખથી વધુ ભક્તો માટે તંત્રએ કરી છે ખાસ વ્યવસ્થા

તે દરમિયાન જૈનબ મોબાઈલ ફોન જોતી હોવાથી માતાએ તે અંગે ઠપકો આપ્યો હતો. જેના કારણે તેને લાગી આવતા ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારને જાણ થતા દીકરીને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More