Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ, ચર્ચાના ચગડોળે ચઢ્યો આ કિસ્સો

Student Teacher Love : સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગયાનો દાવો... સ્કૂલની જ શિક્ષિકા પાસે ટ્યુશનમાં જતો વિદ્યાર્થી... બંને છેલ્લે રેલવે સ્ટેશન પર સ્પોટ થયા 

સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ, ચર્ચાના ચગડોળે ચઢ્યો આ કિસ્સો

Surat Love Story : સુરત શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પરવત પાટિયાંની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ. શિક્ષિકાએ પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે. શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું બાદમાં ફોન બંધ થઇ ગયો. 

fallbacks

સુરતના પુણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે, તેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો ગાયબ છે. તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતો, તેના બાદથી ઘરે આવ્યો નથી. તેનું અપહરણ કરાયા હોવાની શંકા છે. 

ત્યારે આ મામલે સુરત પોલીસે તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો. કિશોરની શાળાની શિક્ષિકાની ઉંમર 23 વર્ષની છે. જે તેને ટ્યુશન ક્લાસ પણ કરાવે છે. 

અમદાવાદ પોલીસનું ઘૂસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન, પો.કમિશનર પહોંચ્યા ચંડોળા તળાવ

પોલીસે તપાસ કરતા બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતા દેખાય છે. શિક્ષિકાએ સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. જેના બાદ તે ટ્રેનમાં કિશોરને લઈને રવાના થઈ ગઈ હતી. 

હાલ બંને પરિવારના લોકો શિક્ષિકા અને કિશોરની શોધ કરી રહ્યાં છે. 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ ગઈ હોવાના સમાચાર હાલ સુરતમાં ચર્ચાના ચગડોળે ચઢ્યા છે. 

શિક્ષિકાએ ઓનલાઈન ટુર પેકેજ બુક કરાવ્યું
પોલીસે તપાસમાં સામે આવ્યું કે, શિક્ષિકાએ મેક માય ટ્રીપથી ઓનલાઈન ટુર પેકેજ બુક કર્યું છે. શિક્ષિકા ઘરેથી કપડા ભરેલી બેગ લઈને નીકળી હતી. પરંતું બાળક પાસે કોઈ પ્રકારનો સામાન દેખાતો નથી. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી. બીજાં દિવસે બાળકને પણ લઈ ગઈ હતી. શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઈ હોય તેવું બની શકે.

મુખ્યમંત્રી નહિ, પણ તેમનું કાર્યાલય નિશાન પર! એક IPS ઓફિસર બિલ્ડર લોબીમાં મોસ્ટ ફેમસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More