ચેતન પટેલ/સુરત :સુરત (Surat)માં ફરી એકવાર શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ, વિદ્યાર્થીને માર મારતા પરિવારજનોએ પણ શિક્ષકની ધોલાઈ કરી હતી. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા નજીવી બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને એટલી હદે માર માર્યો હતો કે, વિદ્યાર્થી પેટ પકડી બેસી ગયો હતો. બીજા દિવસે આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્કૂલે દોડી આવ્યા હતા. પરિવારજનોએ સૌપ્રથમ શાળાના સીસીટીવી ફૂટેજ જોયા હતા. જેમાં પોતાના જ બાળકને માર ખાતો જોતા પરિવારજનો વિફર્યા હતા. પરિવારજનો દ્વારા ચાલુ ક્લાસમાં ઘૂસી શિક્ષકને ક્લાસની બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને લાકડા વડે ઢોર માર માર્યો હતો.
પેટાચૂંટણીના ઉમેદવારોના ફાઈનલ નામ પર અમિત શાહ મારશે મહોર, શ્રાદ્ધ પક્ષ બાદ જાહેરાત કરાશે
આ સમગ્ર પ્રકરણમાં શરૂઆતમાં સમાધાનની વાત ચાલી હતી. જોકે બાદમાં શિક્ષકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. હાલ ઈજાગ્રસ્ત થયેલા શિક્ષક વિપુલ ગજેરા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે શિક્ષક અને સ્કૂલ સંચાલક આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે. તેઓ વિદ્યાર્થીના વાલી અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધાવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે