સુરત: શહેરમાં ગુનેગારો બેખોફ બની રહ્યા છે. હત્યા હોય, દુષ્કર્મ કે છેડતી તમામ બાબતે જાણે સુરત અન્ય રાજ્યો સાથે હોડ કરી રહી હોય તેવી સ્થિતીનું સર્જન થઇ રહ્યું છે. રોજ સવાર પડેને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. તેવામાં હવે મહાનગરપાલિકા કર્મચારીની જ છેડતી સહકર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરીને છેડતી કરનારા બંન્ને કર્મચારીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના ચાર સૌથી વધારે પ્રદૂષિત શહેરો બનશે પ્રદૂષણ મુક્ત, જુઓ કેવા પગલા લેવાશે
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત ડોમેસ્ટિક સર્વેયર તરીકે કામ કરતી એક યુવતી સાથે છેડતીની ઘટના બની હતી. સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ હોસ્ટેલના ધાબા પર સર્વેના બહાને લઇ જઇને હિરેન ચૌહાણ નામના યુવાને યુવતીને ચુંબન કર્યું હતું. ત્યાર બાદ યુવતી પાસે ધાબા પર વાતાવરણ ખુબ જ રોમેન્ટિક છે શારીરિક સંબંધ બાંધવાની મજા આવશે તેમ કહીને તેની છેડતી કરી હતી. આ યુવાનની હરકતના કારણે યુવતી ડરીને નીચે ભાગી હતી. જો કે નીચે તેનો અન્ય એક સહકર્મચારી હિરેન ઉભો હતો.
ફરી ગુજરાત આવશે અમિત શાહ, કચ્છ રણોત્સવમાં વિતાવશે 2 દિવસ
નીચે ઉભેલા હિરેને યુવતીને સાંત્વના આપી હતી અને તેને ઘરે મુકી જવા માટેની ઓફર કરી હતી. જેથી ગભરાયેલી યુવતી તેની સાથે બાઇક પર બેસીને હેલ્થ સેન્ટર પર જવા માટે તૈયાર થઇ હતી. જો કે હેલ્થ સેન્ટર પર મુકવા જતી વખતે હિરેને કહ્યું કે, તુ જ્યારથી નોકરીમાં જોડાઇ છે ત્યારથી હું તને પસંદ કરૂ છું. તારી આંખો ખુબ જ નશીલી છે. તુ ઇચ્છે તો આપણે ઘણા આગળ વધી શકીએ છીએ. તેવા પ્રકારની વાત કરતા યુવતી હેબતાઇ ગઇ હતી. હાલ તો યુવતીએ બંન્ને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે