Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: હત્યારો આરોપી પેરોલ પર છૂટ્યો અને સગીરાને છોડાવી ફરાર, પોલીસ પહોંચી તો

પોલીસ સ્ટેશનમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક રીઢો ગુનેગાર સગીરાને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. જો કે જોવાની બાબત છે કે,  આ ગુનેગાર હત્યા જેવા સંગીન ગુનામાં આરોપી છે અને તેને કોર્ટે સજા પણ ફટકારી છે. દરમિયાન આ શખ્સે પેરોલ પર બહાર છુટ્યો હતો. સગીરાને ભગાડીને જતો રહ્યો હતો. 

સુરત: હત્યારો આરોપી પેરોલ પર છૂટ્યો અને સગીરાને છોડાવી ફરાર, પોલીસ પહોંચી તો

સુરત : પોલીસ સ્ટેશનમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક રીઢો ગુનેગાર સગીરાને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. જો કે જોવાની બાબત છે કે,  આ ગુનેગાર હત્યા જેવા સંગીન ગુનામાં આરોપી છે અને તેને કોર્ટે સજા પણ ફટકારી છે. દરમિયાન આ શખ્સે પેરોલ પર બહાર છુટ્યો હતો. સગીરાને ભગાડીને જતો રહ્યો હતો. 

fallbacks

સુરતમાં થયેલી હત્યાના ગુનામાં 10 વર્ષની સજા ભોગવી રહેલા આરોપી પેરોલ પર છૂટ્યા બાદ એક સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફાવી તેને ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે તત્કાલ સગીરાને છોડાવી હતી. જો કે આરોપી ભાગી છુટતા પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે. 

સુરતના અઠવા પોલી મથકની હદમાં થયેલી હત્યાના મુદ્દે ભુપેન્દ્ર ઉર્ફે ભોળો નાનજી રાઠોડને કોર્ટે હત્યાના ગુનામાં 10 વર્ષની સજા ફટકારી હતી. જો કે હાલમાં આરોપી પેરોલ પર છૂટીને માન દરવાજા વિસ્તારમાં આવી રહેતો હતો. જો કે અહીંયા મલેક વળી ખાતે રહેતી એક સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફાવીને ગતરોજ આરોપી સગીરાને ભગાડી ગયો હતો. જો કે આ સગીરા પરિવારને ઘટના અંગેની માહિતી મળતા પરિવાર તત્કાલ પોલીસ મથકે પહોંચી ગયો હતો. 

પરિવારે આ મામલે ફરિયાદ કરી હતી જેને લઈને પોલીસે તાત્કાલિક સગીરા અને આરોપીની શોધખોળ શરુ કરી હતી. આરોપીનો ભાઈ ઉધના ખાતે રહે છે અને સગીરાને ત્યાં રાખવામાં આવી છે. જોકે પોલીસે તાત્કાલિક ઉધના ખાતે પહોંચીને સગીરાનો કબજો મેળવી લીધો હતો. જોકે પોલીસ આવી રહી છે, તેવી ખબર પડતા હત્યાનો આરોપી ભાગી છૂટ્યાો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More