Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં એકસાથે 3 બાળકીના મોત, આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું

Surat News : સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોદ... ગઈકાલે આઈસ્ક્રિમ ખાધા બાદ તબિયત લથડી હોવાનો દાવો... તો ઝેરી ધુમાડાના કારણે મોત થયું હોવાની આશંકા... તપાસ બાદ સામે આવશે મોતનું સાચુ કારણ.. 
 

સુરતમાં એકસાથે 3 બાળકીના મોત, આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું

Surat News : સુરતના સચિન પાલી ગામમાં એકસાથે ત્રણ બાળકીના શંકાસ્પદ મોત નિપજ્યા છે. 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષ તમામ બાળકીઓના મોતથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે બાળકો દ્વારા આઇસ્કીમ ખાધા બાદ તબિયત લથડી હતી. તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે, બાળકો તાપણું કરતા હતા, તેથી ધુમાડો શ્વાસમાં જતા મોતને ભેટ્યા હોવાની પણ શક્યતા છે. 

fallbacks

શ્રમિક પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીના મોતથી ચર્ચા વધી છે. ગઈકાલે રાતે ચાર બાળકોએ આઈસ્ક્રીમ ખાધો હતો અને તેના બાદ મંદિર પાસે તાપણું કર્યું હતું. આ બાદ બાળકોને ઉલટી થવા લાગી હતી. જેથી સૌપ્રથમ નજીકની ખાનગી ક્લિનિકમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા. જ્યાં ચાર પૈકીના ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. હજુ એક બાળકની હાલત ગંભીર છે.

પોસ્ટમોર્ટમ બાદ અસલી કારણ માલૂમ પડશે 
સચિન પાલી ગામમાં 3બાળકીઓ શંકાસ્પદ મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. તો બીજી તરફ, સુરત મેયર પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં છે. સુરનતા મેયર દક્ષેશ મેવાણી દ્વારા પરિવારની મુલાકાત લેવાઈ હતી. મેયર દ્વારા જણાવાયું કે, અલગ અલગ કારણ જાણવા મળી રહ્યું છે. PM રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પરિવારની સાથે મહાનગરપાલિકાની ટીમ ખડેપગે છે.

ગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More