Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જતા 2 યુવાનના મોત, 1 લાપતા

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. રિવર ક્રાફ્ટટિંગ બાદ ગંગા નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા.

સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જતા 2 યુવાનના મોત, 1 લાપતા

તેજશ મોદી, સુરત: થોડા દિવસ પહેલા ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. રિવર ક્રાફ્ટટિંગ બાદ ગંગા નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા. પરંતુ કમનસીબે તેઓ પણ ડૂબ્યા હતા. જો કે, આ ત્રણેય યુવાનોમાંથી અગાઉ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બે યુવાનો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું હતુ. આ ઘટનાને પગલે વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે, રેસ્ક્યૂ ટીમ દ્વારા હજુ અન્ય એક યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે.

fallbacks

વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણીઃ ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય

સુરતના વાડીફળિયા વિસ્તારના 15 જેટલા યુવાનો 15 જૂને ચારધામની યાત્રાએ ગયા હતા. યાત્રા પૂર્ણ થવાને આરે હતી પરંતુ 28 જૂનના રોજ તેઓ હરિદ્વારથી શિવપુરી તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તેઓ રીવર ક્રાફ્ટિંગ કરવા નદીમાં ઉતર્યા હતા. ત્યારે એવામાં ત્રણ મિત્રો એક ભેખડ પર સેલ્ફી લેવા ચઢ્યા હતા. જેનિશ પટેલ, કૃણાલ કોસાડી અને ફેનિલ ઠક્કર નામના યુવાનો જે ટેકરી પર સેલ્ફી લેવા ચઢ્યા હતા. તે દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા ત્રણે યુવાનો 30 ફૂટ નીચે નદીમાં ખાબક્યા હતા.

વધુમાં વાંચો:- દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ રહેશે

આ જોઇને બાકીના યુવાનો ત્રણેયની મદદે પહોંચ્યા હતા. જો કે, ઉપરથી પડવાથી ફેનિલ ઠક્કર પથ્થરો વચ્ચે ફસાઇ ગયો હતો. જો કે, ફેનિલ ઠક્કરના મૃતદેહને પથ્થરો વચ્ચેથી મળી આવ્યો હતો. પરંતુ જેનિશ અને કૃણાલ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. જ્યારે રેસ્ક્યૂ ટીમ દ્વારા જેનિશ અને કૃણાલ કસોડીની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો નહોતો. જો કે, લાપતા બંને યુવાનોમાંથી જેનીલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે રેસ્ક્યૂ ટીમ દ્વારા હજુ કૃણાલની શોધખોળ કરવામાં આવી રહી છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More