Home> Gujarat
Advertisement
Prev
Next

Video : હેરાન કરનાર શખ્સના મહિલાએ કર્યા એવા હાલ કે જોતા રહી ગયા લોકો

 સુરતમાં હાલ એક મહિલાનો વીડિયો વાઈરલ થયો છે, જે જાહેરમાં એક પુરુષને માર મારી રહી છે. આ પુરુષ મહિલાને બોગસ પત્રકારના નામે વારંવાર હેરાન કરતો હોવાની વાત સામે આવી છે. 

Video : હેરાન કરનાર શખ્સના મહિલાએ કર્યા એવા હાલ કે જોતા રહી ગયા લોકો

ચેતન પટેલ/સુરત : સુરતમાં હાલ એક મહિલાનો વીડિયો વાઈરલ થયો છે, જે જાહેરમાં એક પુરુષને માર મારી રહી છે. આ પુરુષ મહિલાને બોગસ પત્રકારના નામે વારંવાર હેરાન કરતો હોવાની વાત સામે આવી છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં જાહેર માર્ગ પર એક મહિલાએ પુરુષને માર માર્યાનો વીડિયો વાઇરલ થયો છે. આ બોગસ પત્રકાર મહિલાને ફોન કરી વારંવાર હેરાન કરતો હતો. તેથી ગિન્નાયેલી મહિલાએ જાહેરમાં બોગસ પત્રકારને બોલાવ્યો હતો અને તેને માર માર્યો હતો. આ ઘટનાને કારણે આસપાસ લોકોના ટોળા વળ્યા હતા અને તેઓએ પણ બોગસ પત્રકારને માર માર્યો હતો. આમ, લોકો પણ મહિલાની સપોર્ટમાં આવ્યા હતા.

કહેવાય છે કે, બોગસ પત્રકારની જાહેરમાં ધોલાઈ કરતી ઘટના સુરતા પાંડેસરા વિસ્તારમાં બની હતી. મહિલાએ આ શખ્સને મેથીપાક ચખાડવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. ગુસ્સાયેલી મહિલા લાત અને ચપ્પલથી પત્રકાર પર વરસી હતી. ત્યારે ટોળામાં કોઈએ આ વીડિયો બનાવીને વાઈરલ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More