ચેતન પટેલ/સુરત :સુરતના ફાલસાવાડી વિસ્તારમાં એક મહિલા પીએસઆઈએ ગોળી મારીને આત્મહત્યા (suicide) કરી છે. એનવર્સરીના દિવસે જ ઉઘના પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાથે જ સ્યૂસાઈડ નોટ છોડીને મહિલા પીએસઆઈએ પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી.
એનિવર્સરીના દિવસે આત્મહત્યા કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલીના અનિત જોશી સુરતના ઉઘના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ ગૌરાંગ જોશી સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. પોલીસ દંપતી ફાલસાવાડીના પોલીસ લાઈનમાં સી બ્લોકમાં રહેતું હતું. ત્યારે આજે સવારે 6 વાગ્યા સુધી અનિતા જોશીએ ડ્યુટી કરી હતી. તેના બાદ તેઓ ઘરે ગયા હતા. આ દરમિયાન તેમના પતિએ તેમને વારંવાર ફોન કર્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તેથી તેઓએ આજુબાજુમાં જાણ કરી હતી. આખરે દરવાજો ન ખૂલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ત્રિકમથી બારણુ તોડ્યું હતું. દરવાજો ખૂલતા જ અનિતા જોશીનો પેટના ભાગે ગોળી મારેલો મૃતદેહ મળી આવ્યો હતો.
સ્યૂસાઈડ નોટ મળી
અનિતા જોશીએ એનવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી લેતા પતિ ગૌરાંગ ભાંગી પડ્યા હતા. અનિતા જોશીએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતુ કે, જિંદગી જીવવી અઘરી છે, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી. આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે