Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: પતિએ ચારિત્ર્ય પર શંકા કરતા પત્નીએ ચપ્પાના ઘા મારી પતિની આંખો ફોડી

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પતિએ તેની પત્ની પર શંકા કરતા પત્નીએ ચપ્પૂ વડે પતિની આંખો ફોડી દીધી છે.

સુરત: પતિએ ચારિત્ર્ય પર શંકા કરતા પત્નીએ ચપ્પાના ઘા મારી પતિની આંખો ફોડી

ચેતન પટેલ/સુરત: શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પતિએ તેની પત્ની પર શંકા કરતા પત્નીએ ચપ્પૂ વડે પતિની આંખો ફોડી દીધી છે. પતિ દ્વારા પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને વારંવાર તેના પર ત્રાસ ગુજારતો હતો. કંટાળેલી પત્નીએ આખરે ચપ્પાના ઘા ઝીંકીને પતિની આંખો ફોડી નાખી હતી. આ પ્રકારની વિચિત્ર ઘટના સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી છે. 

fallbacks

પતિને પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા 
પતિને શંકા હતી કે, તેના પત્નીનું કોઈ અન્ય વ્યક્તિ સાથે ચક્કર ચાલી રહ્યું છે. અને તેથી જ તેની પત્ની પર વારંવાર ત્રાસ ગુજારતો હતો અને મારજુડ પણ કરતો હતો, શુક્રવારે બંન્ને વચ્ચે ફરી એકવાર ઝઘડો થતા પત્નીએ ગુસ્સામાં આવીને પતિની આખોમાં ચપ્પુ મારી દીધું હતું.

fallbacks

વધુમાં વાંચો...સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં 30 ફૂટનું ગાબડું, બે ગામો બન્યા સંપર્ક વિહોણા

પત્નીએ જાતે જ 108 ફોન કર્યો 
પતિની આંખો ફોડી નાખ્યા નાખ્યા બાદ પિડાતા પતિને જોઇને પત્નીએ જ 108ને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં 108ની ટીમે વ્યક્તિને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટનામાં પતિની બંન્ને આંખો ફૂટી જવાથી આંધળો થયો છે.  આ મામલે પાંડેસરા પોલીસ પત્ની વિરુદ્ધ ગુન્હો નોંધે તેવી શક્યતોઓ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More