Surat News ચેતન પટેલ/સુરત : માણસને મજબુરી શું ન કરાવી શકે! તેમાં પણ મોંઘવારીમાં બેકારીનો ડર માણસને કોરી ખાય છે. આવામાં સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્ય છે. લોનના હપ્તા ન ભરી શકનાર યુવાન વાહન ચોરવાના રવાડે ચડી ગયો. સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે વાહન ચોરીના રવાડે ચડેલ ઇસમને ચોરીની બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી ફ્લેટમાં લીધેલ લોનના હપ્તા ન ભરી શકતા વાહનચોરીના રવાડે ચડી ગયો હતો તેવુ જણાવ્યું.
સુરત પોલીસે વાહનચોર પકડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત પોલીસ કમિશ્નર દ્વારા સુરત શહેરમાં વણ ઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા સુચના આપવામાં આવી છે. જેના અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસે વાહન ચોરીના ગુનામાં મનીષ પરસોત્તમભાઇ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલો હતો.
પ્રેમના પેચ લડાવીને ભાડુઆત યુવતી છેતરી ગઈ, સુરતના પ્રેમીને 96 લાખનો ચૂનો ચોપડ્યો
પહેલી ગાડી ચોરીને વેચવા ગયો ત્યાં જ પકડાઈ ગયો
ત્યારે મનીષ મકવાણાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ,આરોપી હીરાને લેસર મારવાની મજુરી કામ કરતો હતો. પરંતુ હીરામાં મંદી હોવાના કારણે બેકાર હતો. ત્યારે તે જે ફ્લેટમાં રેહતો હતો તે ફ્લેટ પર લોન લીધી હતી. જે લોનનો માસિક હપ્તો ૧૬ હજાર આવતો હતો. ત્યારે ઘણા સમયથી બેકાર હોવાના કારણે લોનના હપ્તા ભરી શકતો ન હોવાથી પાંચેક દિવસ પહેલા અમરોલી વિસ્તારમા આવેલ વ્હાઇટ સ્ટોન એપાર્ટમેન્ટના પાર્કીંગમાંથી એક બાઈક ચોરી કરી હતી અને નંબર પ્લેટ કાઢી બાઈક વેચવા માટે માર્કેટમાં ફરી રહ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપીને ચોરીની બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવેલા આ નામથી લોકો પૂછે છે : કોણ છે મયંક નાયક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે