Snake Bite પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં સાપ કરડતા એક 27 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની સાથે શાકભાજી લેવા ગયેલો યુવક શૌચ માટે ઝાડીમાં ગયો હતો. દરમિયાન સાપે કરડી લેતાં હોસ્પિટલના બિછાને મોત થયું હતું. યુવકના મોતના પગલે ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં રહેતા મૂળ ઉત્તપ્રદેશનો 27 વર્ષીય મોહમદ કલીમ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા, પત્ની અને ત્રણ દીકરીઓ છે. કલિમ પાંડેસરામાં જ આવેલી ડાયિંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ ડિંડોલી ખાતે પત્ની સાથે શાકભાજી લેવા ગયો હતો.શાકભાજી લેવા જતા સમયે રસ્તામાં કલીમને શૌચ લાગતા પત્નીને રસ્તા પર બેસાડી દીધી હતી અને કલીમ ઝાડી ઝાંખરામાં શૌચ માટે ગયો હતો.જ્યાં સાપ પગમાં વીંટળાઇ ગયો હતી અને પગમાં કરડી ગયો હતો.
માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, દરિયામાં જતી હોડીઓને મળશે આ લાભ
નસીબનો બળવાન નીકળ્યો આ ચોર, તોતિંગ ટાયર આખા શરીર પરથી ફરી વળ્યું છતા બચ્યો
ત્યાંથી બહાર નીકળી પત્ની પાસે પહોંચતા બેભાન થઈ ગયો હતો. જેથી પત્ની અને અન્ય લોકો દ્વારા કલીમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સાપ કરડતાં સિવિલ ખસેડાયેલા યુવકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું
યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. પત્નીના હૈયાફાટ રુદનના પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ગમગીન થઈ ગયું હતું. જ્યારે ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
ગુજરાત પર ફરી મેઘો મહેરબાન : 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે