Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ગજબનો કિસ્સો બન્યો છે. ગત રોજ વેસુ રોડ પર યુવકની મોપેડ બાઈક ચોરાઈ પોલીસ મથકે ફરિયાદ કરવા જતા 6 મહિના પહલા ચોરી થયેલ બાઈક મળી આવી છે.
સુરતના અપૂર્વ શાહ નામના યુવકની સ્કૂટી ચોરી થઈ જતા તે અલથાણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. જ્યાં તેણે જોયું તો પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનમાં 6 માસ પૂર્વે તેની ચોરાયેલી બાઈક મૂકાયેલી છે. બાઈક પર લખેલ ‘ડોમિનેટર’ લખાણથી યુવકને આ પોતાની જ બાઈક છે તેવી ઓળખ થઈ હતી.
પોતાની બાઈક જોઈને યુવકનો ખુશીનો પાર ન રહ્યો
સુરત શહેરના નાનપુરા ખાતે રહેતો 28 વર્ષીય અપૂર્વ શાહ ગતરોજ બપોરના સમયે કોઈ કામ અર્થે વેસુ કેનાલ રોડ પર આવ્યો હતો. ત્યારે તેની સ્કૂટી ચોરાઈ ગઈ હતી. યુવકના છ મહિનામાં બે વાહન ચોરી થઈ જતાં ભારે નિરાશ થઈ ગયો હતો. કારણ 6 મહિના પહેલા વેસુ રોડ પર જ યુવકની બાઈક ચોરાઈ ગઈ હતી. યુવક આંખમાં આંસું લઈને આ મામલે જ્યારે તે ફરિયાદ કરવા અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો તો તેણે જોયું કે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં તેની 6 મહિના પહેલા ચોરી થયેલી બાઈક મળી આવી હતી. જેના પર નંબરપ્લેટ ન હતી. પરંતુ ‘ડોમિનેટર’ લખ્યુ હતું, જેનાથી તેની જ બાઈક છે તેવી ઓળખ થઈ હતી. આ બાઈક 6 મહિના પૂર્વે ચોરી થઇ ગઇ હતી. ચોરાયેલી બાઇક પોલીસ સ્ટેશને જોતા તેની ખુશીનો પાર ન રહ્યો હતો.
સુખી સંપન્ન હીરા ઉદ્યોગપતિની બંને દીકરીઓ લેશે દીક્ષા, વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજી દેશે
અલથાણ પોલીસમાં બાઈક ચોરીની ફરિયાદ કરવા આવેલાં અપૂર્વ શાહે જણાવ્યું કે, હું વેસુ કેનાલ રોડ પર કામથી આવ્યો હતો ત્યારે જ મારી સ્કૂટી ચોરાઇ ગઈ હતી. પોલીસ સ્ટેશને પહોંચતા મારી આંખોમાં આંસુ હતા. કારણકે 6 મહિના પૂર્વે એટલાન્ટા પ્રિમાઇસ પાસેથી મારી બાઇક ચોરી થઈ ગઈ હતી. આજ રોજ ફરી વેસુ રોડ પર મારી સ્કુટી ચોરી થઈ છે. સ્કુટીની ફરિયાદ કરવા જેવો હું પોલીસ સ્ટેશને ગયો ત્યાં જરૂરી કાર્યવાહી કરતો હતો.પોલીસ મથક માંથી વાહર આવ્યો હતો.ત્યારે મારી નજર પોલીસે જપ્ત કરેલા વાહનો પર ગઈ હતી. જ્યાં મારી 6 મહિના પહેલા ચોરી થયેલ બાઈક મળી આવી હતી
સમગ્ર ઘટનાને લઈ યુવકે અલથાણ પોલીસ મથકમાં ગત રોજ ચોરી થયેલી સ્કૂટીની ફરિયાદ નોંધાવી છે. 6 મહિના પહેલાં ચોરી થયેલ બાઈક મળી આવતા પોલીસે યુવકનું નિવેદન લઈ બાઈક પરત કરવાની તજવીજ હાથ ધરી છે.
નવરાત્રિ પછી કંઈક મોટું થશે, અંબાલાલ પટેલે અત્યારથી કરી દીધી વાવાઝોડાની આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે