Home> Gujarat
Advertisement
Prev
Next

ગરીબ પરિવારનો આધાર છીનવાયો! લગ્નના વરઘોડામાં નાચતા સુરતના યુવકનો જીવ ગયો

Heart Attack : સુરતનો યુવક ભાવનગરના ઉંધેલીથી મિત્રના લગ્નમાં ગય હતો. વરઘોડામાં નાચતી વેળા બેભાન થયેલા વરાછાના યુવકનું મોત
 

ગરીબ પરિવારનો આધાર છીનવાયો! લગ્નના વરઘોડામાં નાચતા સુરતના યુવકનો જીવ ગયો

Surat News : સુરત જાણે મોતના મુખમાં બેસ્યુ હોય તેમ અહી લોકોના જીવ જઈ રહ્યાં છે. હાર્ટ એટેક રોજ સુરતમાં કોઈનો ને કોઈનો જીવ લઈ રહ્યો છે. યુવા વયના લોકોને કાળ ભરખી રહ્યો છે. આવામાં વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. સુરતનો 28 વર્ષીય યુવક ભાવનગરમાં મિત્રના લગ્નમાં ગયો હતો, જ્યાં તેનું વરઘોડામાં નાચતા સમયે મોત થયુ હતું. મયુર નામનો યુવક મિત્રના વરઘોડામાં નાચતી વેળા બેભાન થયો હતો, જેના બાદ તેને મૃત જાહેર કરાયો હતો. 

fallbacks

સુરતના વરાછા વિસ્તારના કપોદ્રાના કિરણ પાર્કમાં મયુર વિનુભાઈ બલર નામનો યુવક રહે છે. ચાર વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. મયુર લેસપટ્ટીના કારખાનામાં તેમજ ટ્રાવેલ્સ બુકિંગ એમ બે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મયુરના મિત્રના લગ્ન હોવાથી ભાવનગર ગયો હતો. ભાવનગરના તળાજાના ઉંધેલી ગામે લગ્નના વરઘોડામાં નાચતા સમયે મયુર અચાનક બેભાન થઈ ગય હતો. 

ખજૂરભાઈ જેવો બીજો મસીહા : ઘર વગર રખડતા દાદી-પૌત્રને નવું મકાન બનાવી આપ્યું

મયુરને બેભાથ થયેલા જોઈને તેને તાત્કાલિક જાનૈયાઓ દ્વારા તળાજાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. 

યુવાવયના દીકરાના મોતથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મયુરને એક ભાઈ અને ત્રણ બહેનો છે. તો બીજી તરફ, મયુરના પિતાને શ્વાસની બીમારી હોવાથી નિવૃત જીવન વ્યતિત કરે છે. મયુર પરિવારનો એકમાત્ર આધાર હતો. જે કુદરતે છીનવી લીધો છે.

આ ફેબ્રુઆરી મહિનો આકરો જશે તેવી નવી આગાહી : કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More