Home> Surat
Advertisement
Prev
Next

મોદી સરકારે લીધો એર સ્ટ્રાઇકનો નિર્ણય, 250થી વધુ આતંકીઓ માર્યા ઠાર: અમિત શાહ

સૂરતમાં ભાજપ પ્રમુખ અમિત શાહે સશસ્ત્ર દળના સાહસ પર ‘શંકા’ કરવા અને ભારતીય વાયુ સેનાના હવાઇ હુમલાનું સબૂત માગનાર પર રવિવારે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યુ અને કહ્યું કે તેમના આ નિવેદન પાકિસ્તાનના ચહેરા પર ‘હાસ્ય’ લાવે છે.

મોદી સરકારે લીધો એર સ્ટ્રાઇકનો નિર્ણય, 250થી વધુ આતંકીઓ માર્યા ઠાર: અમિત શાહ

અમદાવાદ: પુલવામા હુમલા બાદ સરકારના નિર્ણયના વિષય પર બોલતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પુલવામા હુમલા બાદ દરેક એવું વિચારી રહ્યા હતા કે આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક તો થઇ નહીં શકે તો શું થશે? આ વખતે મોદી સરકારે હુમલાના 13માં દિવસે એર સ્ટ્રાઇકનો નિર્ણય લીધો અને 250થી વધારે આતંકિઓને ઠાર માર્યા છે.

fallbacks

વધુમાં વાંચો: અમદાવાદમાં આજે મેટ્રોને લીલીઝંડી આપશે પીએમ મોદી, ખુદ મુસાફરી પણ કરશે

વિપક્ષ પર સાધ્યુ નિશાન
આ પહેલા સૂરતમાં ભાજપ પ્રમુખ અમિત શાહે સશસ્ત્ર દળના સાહસ પર ‘શંકા’ કરવા અને ભારતીય વાયુ સેનાના હવાઇ હુમલાનું સબૂત માગનાર પર રવિવારે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યુ અને કહ્યું કે તેમના આ નિવેદન પાકિસ્તાનના ચહેરા પર ‘હાસ્ય’ લાવે છે. શાહે કહ્યું કે જો આ પાર્ટીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર હવાઇ હુમલા દ્વારા હાંસલ કરેલી ઉપલબ્ધિની પ્રશંસા નથી કરી શકતા તો તેમણે ‘ચુપ રહેવું’ જોઇએ.

વધુમાં વાંચો: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં દર્શને જતા પહેલા વાંચી લેજો પૂજા અને આરતીનું શિડ્યુલ

પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરતા, શાહે દાવો કર્યો કે મોદીએ તેમના નિયમિત કાર્યની સાથે તે દરમિયાન તેઓ 14 ફેબ્રુઆરીના પુલવામા હુમલાના ગુનેગારોને સજા આપવાની યોજનાઓ પણ બનાવી રહ્યાં હતા. આ હુમલામાં સીઆરપીએફના 40 કર્મચારીઓનું મોત થયું હતું.

તેમણે દાવો કર્યો કે મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઇ હુમલાના આદેશ આપી દેશને સમજાવ્યું કે આતંકને ‘ક્યારેય સહન’ નહીં કરવાનો અર્થ શું થાય છે. શાહે કહ્યું કે, ‘વિપક્ષી નેતા નથી જાણતા કે શું થયું. મમતા દીએ સબૂત માગ્યા છે. રાહુલ બાબા કહી રહ્યાં છે કે તેનું રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે. અખિલેશે તપાસની માગ કરી છે. શરમ આવવી જોઇએ કે તમારા નિવેદન પાકિસ્તાનના ચહેરા પર હાસ્ય લાવી રહ્યું છે.’

વધુમાં વાંચો: લીક થતી ફિલ્મોને અટકાવે છે ધોરણ 10 ફેલ ગુજ્જુ, હોલીવુડમાંથી મળી ઓફર

ભાજપ અધ્યક્ષે દાવો કર્યો કે, ‘પાકિસ્તાન વિપક્ષી નેતાઓની પ્રસ કોન્ફરન્સ બાદ હસ્યું જેમાં નેતાઓએ સશસ્ત્ર દળના સાહસ પર સવાલ ઉઠાવ્યો.’ તેમણે કહ્યું, ‘અમે સમજી શકીએ છે કે તમારામાં મોદીજી જેવું સાહસ નથી, પરંતુ જો તમે મોદીજી અને સશસ્ત્ર દળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરવા નથી કરી શકતા ચૂપ રહો.’

વધુમાં વાંચો: આ એજ્યુકેટેડ યુવાનો ઝુપડપટ્ટીના બાળકોને મફતમાં આપે છે સંસ્કાર સાથે અભ્યાસ

તેમણે કહ્યું, પુલવામા હુમલા બાદ, લોકોએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક સંભવ નથી, કેમકે સેના (આતંકી અડ્ડાને ઉડાવવા માટે) જઇ શકે નહીં. મોદીજી, ચુપચાપ તેમના નિયમિત કામકાજ પર ગયા અને નિર્ણય કર્યો અને (જવાબી હુમલાની) યોજના બનાવી અને આપણી વાયુસેનાના જવાનોએ હવાઇ હુમલામાં મોટી સંખ્યામાં આતંકિઓને માર્યા અને સુરક્ષિત પરત આવ્યા છે.’

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More