ચેતન પટેલ/સુરત :મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of earth Science) ના નેતૃત્વમાં નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ દ્વારા સપ્ટેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દેશના 34 બીચનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં ડુમસના બીચ (Dumas beach) ને રાષ્ટ્રીય સ્તર ઉપર સૌથી સ્વચ્છ બીચ (cleanest beach in india) માનવામાં આવ્યો છે. ડુમસમાં માત્ર 134 ટન કચરો મળી આવ્યો છે, જેમાં પ્લાસ્ટિક અને સહેલાણીઓ દ્વારા નાંખવામાં આવેલ કચરાનો સમાવેશ થાય છે.
દેશના સૌથી સ્વચ્છ બીચમાં સુરતના ડુમસ સિવાય કેરળના કથઝાકુટ, ઓરિસ્સાના પુરી,ત્રિવેન્દ્રમ સામેલ છે. સૌથી ખરાબ બીચમાં કેરળ તામિલનાડુ અને મહારાષ્ટ્રના બીચનો સમાવેશ થાય છે. આ સરવેમાં સમગ્ર દેશમાંથી 6984 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત 24 સંસ્થાઓ પણ સરવેમાં જોડાઈ હતી. જેમાં ડુમસમાંથી કુલ 134 ટન કચરો એકઠો કરવામાં આવ્યો છે. આવનાર દિવસોમાં ડુમસમાં સમુદ્ર કિનારે પ્લાસ્ટિકનો રાક્ષસ પણ મૂકવામાં આવશે. જેથી લોકોને સ્વચ્છની ગંભીરતા ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા પ્લાસ્ટિક કચરાના નિકાલની પરિયોજનાઓ તેમજ રિસાઈકલ પરીયોજનાઓને કારણે આ શક્ય બન્યું છે તેવું સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણીએ જણાવ્યું હતું.
ઈજાગ્રસ્ત નિખીલ સવાણીએ હોસ્પિટલથી બારોબાર મીડિયા સંબોધન કર્યું, પોલીસ પર લગાવ્યા મોટા આરોપ
આ સંદર્ભે સુરત મહાનગર પાલિકાના કમિશનર બચ્છાનિધિ પાણી કહે છે, આના માટે શહેરના લોકો જવાબદાર છે. તેમના વગર આ કાર્ય શક્ય ન હતું. લોકોના સહયોગથી જ શહેરની પ્રગતિ શક્ય બને છે. અમે દરેક જગ્યાએથી નીકળનાર કચરાના નિકાલ માટે યોજનાઓ બનાવી છે. તાપી નદીને પણ શુદ્ધ રાખવામાં આવે છે, જેથી તેનો કચરો સમુદ્રમાં ન જઈ શકે. વધુમાં તેમણે કહ્યું કે, મનપા દ્વારા અવૈદ્ય રૂપથી પ્લાસ્ટિક વહેંચનાર અને ખરીદનાર પર બેન્ડ લગાવી દીધો છે. મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડના પ્લાસ્ટિકને જ વહેંચી કે ખરીદી શકાશે. એમાં લોકોનો પણ ઘણો સહયોગ મળ્યો છે. આવનારા દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને અમે લોકોની વચ્ચે જવાની તૈયારી કરી રહ્યા છે.
સુરતના ડુમસ બીચને વધુ ખૂબસૂરત કરવા માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકના બોટલથી તૈયાર કરવામાં આવેલા વિશાળકાય રાક્ષસીને બીચ ઉપર મૂકવાની તૈયારી કરાઈ રહી છે. જેથી લોકોને બિઝનેસ સ્વચ્છ રાખવા માટે એક સંદેશ મળી શકે. વેસ્ટ બોટલમાંથી તૈયાર થયેલા આ વિશાળ કાર્ય દાનવને બીચ પર આવનારા લોકોની જાગૃતિ માટે રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે